લખનઉઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું છે કે શહેરી અને ગ્રામિણ ભારત વચ્ચેનો ભેદ હવે સમાપ્ત થઈ રહ્યો છે અને ભારતમાં પ્રાદેશિક અસંતુલનો ઝડપથી અદ્રશ્ય થઈ રહ્યા છે.
અહીં ચાલી રહેલા યૂપી ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ-2023ના ઉદઘાટન સમારોહમાં અંબાણીએ પોતાના સંબોધનમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઉદ્દેશીને કહ્યું કે આપની દૂરદૃષ્ટિને લીધે દેશમાં પ્રાદેશિક અસંતુલનો ઝડપથી ખતમ થઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશ આનું ચમકતું ઉદાહરણ છે. શહેરી ઈન્ડિયા અને ગ્રામિણ ભારત વચ્ચેનું વિભાજન પણ સમાપ્ત થઈ રહ્યું છે.