નવી દિલ્હી-ઇન્કમટેક્સ ડીપાર્ટમેન્ટે નોટબંધી બાદ બેંકોમાં મોટી રકમ જમા કરાવી હોય તેવા લોકો માટે એક તક આપી છે કે તેઓ આઈટીઆર ભરી શકે. 31 માર્ચ સુધીમાં આ આઈટીઆર ભરવા જણાવાયું છે. તેમ નહીં થવા પર નાગરિકો સહિત ટ્રસ્ટો, રાજકીય પક્ષો અને સંગઠનોએ દંડ અને કેસનો સામનો કરવો પડી શકે છે.
ઇન્કમટેક્સ વિભાદે અગ્રણી અખબારોમાં જાહેરખબર પણ આપી છે જેમાં કહેવાયું છે કે 2016-17 અને 2017-18 માટે વિલંબથી અથવા ફેરફાર કરેલું આઈટીઆર ફાઇલ કરવાનો આ અંતિમ મોકો છે.
એમ પણ જણાવાયું છે કે અંતિમ તારીખની રાહ જોયાં વિના જલદી જ આઈટીઆર દાખલ કરવામાં આવે. મોટી માત્રામાં રકમ જમા ઉપરાંત મોટા ટ્રાન્ઝેક્શન કર્યાં હોય તે આઈટીઆર ભરતી વખતે ધ્યાનમાં લે.આઈટીઆઈર નહીં ફાઇલ કરવા પર અથવા તો ખોટું ફાઈલ કરવા પર દંડ સાથે કેસ પણ થઇ શકે છે.