આધાર કાર્ડ અપડેટ કરાવવાનું થશે મોંઘુ, 18 ટકા GST લાગશે

મુંબઈ– આધાર કાર્ડને અપડેટ કરાવવું હવે મોંઘુ થવા જઈ રહ્યું છે. યુનિક આઈડેટિફિકેસન ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ આધારના અપડેટ પર 18 ટકા જીએસટી લાદવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી હવે આધારની વિગતો અપડેટ કરવી પાંચ રૂપિયા મોંઘી થઈ જશે.હાલમાં આધાર અપડેટની ફી 25 રૂપિયા છે, 18 ટકા જીએસટી લાગ્યા પછી હવે તેની કુલ ફી રૂપિયા 30 થઈ જશે. માત્ર આધારની વિગતો અપડેટ કરાવવા પર જીએસટી આપવો પડશે. આ વાતની જાણકારી યુઆઈડીએઆઈએ પોતાના ટ્વીટર હેન્ડલ પર આપી છે. આધારમાં નામ નોંધાવવા પર કોઈપણ પ્રકારનો જીએસટી નહી આપવો પડે, માટે આધારમાં નામ નોંધાવવાનું મોંઘુ થઈ રહ્યું નથી.

એક વરિષ્ઠ અધિકારીના કહેવા પ્રમાણે આધારમાં નામ, જન્મ તારીખ, સરનામું, લિંગ, મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ જેવી વિગતો અપડેટ કરાવવા માટે હવે 18 ટકા જીએસટી આપવો પડશે. હાલમાં વિગતો અપડેટ કરાવવા માટે રૂપિયા 25 ફી વસુલાતી હતી, પણ હવે 18 ટકા જીએસટી લાગુ થતાં વધુ રૂપિયા 4.50 એટલે કે છૂટાની મારામારીને કારણે આધાર અપડેટની ફી રૂપિયા 30 વસુલાશે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]