ઈંધણના ભાવમાં રોજેરોજ ફેરફારની પદ્ધતિ ચાલુ રહેશે, સરકાર ફેરવિચારણા નહીં કરે

દહેજ (ગુજરાત) – પેટ્રોલ અને ડિઝલના ભાવમાં રોજેરોજ ફેરફાર કરવાની આધુનિક યંત્રણામાં ફેરવિચારણા કરવાની શક્યતાને કેન્દ્રના ઓઈલ ખાતાના પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને આજે અહીં નકારી કાઢી છે, પરંતુ એમ જણાવ્યું છે કે ઈંધણના વધી ગયેલા ભાવ વિશે સરકાર ચિંતીત છે અને કોઈક લાંબા ગાળાના ઉકેલ પર કામ કરી રહી છે.

પ્રધાને રાજ્ય સરકારનો જણાવ્યું છે કે તેઓ પેટ્રોલ અને ડિઝલ પર વ્યાજબી અને જવાબદાર રીતે કરવેરા નાખે.

એક લાંબા ગાળાના કોન્ટ્રાક્ટે હેઠળ રશિયાથી પ્રથમ એલએનજી કાર્ગો મળવાના પ્રસંગે અહીં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એ કાર્યક્રમ બાદ પત્રકારો સાથેની વાતચીતમાં પ્રધાને કહ્યું કે, ઈંધણના ભાવમાં રોજેરોજ ફેરફારવાળી પ્રણાલીમાં ફેરવિચારણા કરવાનો કોઈ પ્લાન નથી.

આ પદ્ધતિને સરકારે ગયા વર્ષના જૂન મહિનામાં લાગુ કરી હતી, પરંતુ છેલ્લા કેટલાક વખતથી એની ટીકા થઈ રહી છે.