કોરોનાની દવાઓ પરથી કસ્ટમ-ડ્યુટી, GST દૂર કરાઈ

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાઇરસના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. આવામાં કેન્દ્ર સરકારે સંક્રમિત દર્દીઓના જીવ બચાવવા માટે મોટો નિર્ણય લીધો છે. સરકારે કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવાનારી દવાઓને વિદેશથી મગાવવા પર કસ્ટમ ડ્યુટી ન લગાવવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય દવાઓને આયાત કરવા પર કેટલોક સમય  GST પણ નહીં લાગે.

સરકારે મેડિકલ ડિવાઇસ પર લાગતી કસ્ટમ ડ્યુટીને આગામી ત્રણ મહિના માટે દૂર કરી છે. આ સિવાય રેમડેસિવિર અને એના ઉત્પાદનમાં લાગતા કાચા માલ પરની પણ કસ્ટમ ડ્યુટી આગામી છ મહિના માટે દૂર કરવામાં આવી છે. એટલે આયાત પર GST પણ નહીં લાગે. આ સમયે સરકાર મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા પગલાં ભરી રહી છે. જેથી કોરોના વાઇરસ સંક્રમણને નિયંત્રિત કરી શકાય.

સરકારના જણાવ્યનુસાર હવે 31 ઓક્ટોબર, 2021 સુધી રેમડેસિવિર ઇન્જેક્શન અને એને બનાવવામાં લાગતા કાચા માલ પર કસ્ટમ ડ્યુટી નહીં લગાડવામાં આવે, જેથી જરૂરિયાતવાળા દર્દીઓને રેમડેસિવિરની દવા જલદીમાં દલદી મળી શકે. આ યિવાય બધાં જરૂરી મેડિકલ ડિવાઇસ પર 31 જુલાઈ, 2021 સુધી કસ્ટમ ડ્યુટી નહીં લગાડવામાં આવે. કેન્દ્રના આ નિર્ણયથી કોરોના સંક્રમિતોની સારવારમાં સુવિધા રહેશે. હાલ દેશમાં રેમડેસિવિર ઇન્જેક્શનની ભારે માગ છે. સરકાર જણાવ્યાનુસાર જો રાજ્ય સરકાર વિદેશથી કોવિડ રિલીફ મટિરિયલ મફતમાં જરૂરિયાતવાળા દર્દીઓને આપવા માટે મગાવે છે તો એને IGST 30 જૂન, 2021 સુધી નહીં લેવામાં આવે.

 

 

 

 

 

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]