નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે ક્રિપ્ટો કરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાના આહવાન કરતાં કહ્યું હતું કે ક્રિપ્ટો કરન્સી જુગાર સિવાય કંઈ નથી અને એની વેલ્યુ પણ કંઈ નથી, બલકે ખોટો વિશ્વાસ અથવા છળકપટ છે. જોકે હાલમાં અન્ય બેન્કો પર સ્કોર કરવા માટે રિઝર્વ બેન્કે ડિજિટલ કરન્સી એટલે કે E- રૂપેની સિસ્ટમ વિકસાવી છે. એ ડિજિટલ કરન્સી- જે રૂપિયાની જેમ કાયદેસરની છે અને એને ધીમે-ધીમે દેશમાં લાગુ કરવાની યોજના છે.
તેમણે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ક્રિપ્ટો પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાની માગ ફરી કરતાં કહ્યું હતું કે કોઈ પણ એસેટ અથવા નાણાકીય પ્રોડક્ટના સપોર્ટ માટે એની Underlyingvalue હોય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ક્રિપ્ટોના માર્કેટ પ્રાઇસમાં કિંમતમાં વધારો એ આભાસી છે, એ એક ખોટો વિશ્વાસ છે. ક્રિપ્ટો એક જુગાર છે. તેમણે તેમની વાત પર ભાર આપતાં કહ્યું હતું કે આપણા દેશમાં જુગારની મંજૂરી નથી. જો તમે જુગારની મંજૂરી આપવા ઇચ્છો છો તો એને જુગાર જ માનો અને જુગારના નિયમો નિર્ધારિત કરો, પણ ક્રિપ્ટો એક નાણાકીય પ્રોડક્ટ નથી જ.
SC terms RBI ban on cryptocurrency ‘unjustified’.ક્રિપ્ટો કરન્સી એક ડિજિટલ અથવા વર્ચ્યુઅલ કરન્સી છે. એની કરન્સીને ક્રિપ્ટોગ્રાફી દ્વારા સુરક્ષા આપવામાં આવે છે. આ કરન્સીની ઓનલાઇન લેવડદેવડ થઈ શકે છે. એમાં પણ ત્રીજા પક્ષકારની કી દખલ નથી હોતી. ક્રિપ્ટો કરન્સી પર કોઈ જેસ કે સરકાર કે બેન્કનું નિયંત્રણ નથી હોતું અને ના કોઈ ઓથોરિટી ક્રિપ્ટો કરન્સીની કિંમત નક્કી કરી શકે છે.