પ્રોફિટ બુકિંગને પગલે ક્રીપ્ટોમાં સાધારણ ઘટાડોઃ આઇસી15 ઇન્ડેક્સ 291 પોઇન્ટ ઘટ્યો 

મુંબઈઃ ગત સાત દિવસ સુધી સતત વૃદ્ધિ થયા બાદ રોકાણકારોએ બુધવારે નફો અંકે કરતાં ક્રીપ્ટોકરન્સીમાં સાધારણ ઘટાડો આવ્યો હતો. બિટકોઇન 48,000 ડોલરની ઉપર જઈ આવ્યા બાદ હાલ 47,000ની આસપાસ ચાલી રહ્યો છે.

હાલમાં ગોલ્ડમેન સાક્સ અને બ્લેકરોક જેવી નાણાકીય સંસ્થાઓએ ક્રીપ્ટોકરન્સીને સમર્થન આપ્યું હોવાથી તથા સિંગાપોરના લ્યુના ફાઉન્ડેશન ગાર્ડે 1.3 અબજ ડોલર મૂલ્યના બિટકોઇનની ખરીદી કરી હોવાથી બિટકોઇનમાં મોટો ઉછાળો આવ્યો છે.

બિટકોઇન બુધવારે બપોરે 47,200ની નજીક ટ્રેડ થઈ રહ્યો હતો. ઈથેરિયમ 1 ટકો ઘટીને 3,300 ડોલરની આસપાસ ચાલી રહ્યો છે.

દરમિયાન, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.41 ટકા (291 પોઇન્ટ) ઘટીને 69,452 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 69,744 ખૂલીને 70,677 સુધીની ઉપલી અને 68,793 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
69,744 પોઇન્ટ 70,677 પોઇન્ટ 68,793 પોઇન્ટ 69,452

પોઇન્ટ

ડેટાનો સમયઃ 30-3-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)