વોટ્સએપે વોઇસ મેસેજ માટે નવાં ફીચર્સની જાહેરાત કરી

વોશિંગ્ટનઃ મેસેજિંગ દિગ્ગજ વોટ્સએપે એના પ્લેટફોર્મ પર વોઇસ મેસેજ માટે અપડેટની શૃંખલા જાહેર કરી છે. આ નવી સુવિધાઓમાં ચેટની બહાર વોઇસ મેસેજ સાંભળવો પણ સામેલ છે, જેથી યુઝર્સ મલ્ટિટાસ્ક કરી શકે અથવા મેસેજ વાંચીને પ્રતિક્રિયા આપી શકે. વોઇસ મેસેજ રેકોર્ડિંગને અટકાવવા અને ફરી શરૂ કરવાની ક્ષમતા, વેવફોર્મ વિઝ્યુલાઇઝેશન, ચેટ પ્લેબેકથી બહાર મેસેજ સાંભળી શકે છે. આ ઉપરાંત યુઝર્સ નવા અપડેટ અનુસાર વોઇસ મેસેજ મોકલતાં પહેલાં એ મેસેજ સાંભળી પણ શકે છે.

જ્યારે અમે પહેલી વાર 2013માં વોઇસ મેસેજિંગ લોન્ચ કરી હતી, ત્યારે અમે જાણતા હતા કે આ બાબત લોકોના સંવાદ કરવાનો પ્રકાર બદલી શકે છે, એમ કંપનીએ જણાવ્યું હતું. વોટ્સએપ પર પ્રતિદિન અમારા યુઝર્સ સરેરાશ સાત અબજ વોઇસ મેસેજ મોકલે છે, જે બધા મેસેજ બધા સમયે ખાનગી અને સુરક્ષિત રાખવા માટે એન્ડ-ટુએન્ડ એન્ક્રિપ્શન દ્વારા સુરક્ષિત છે.

કંપનીના આ નવાં ફીચર્સ કંપનીના પ્લેટફોર્મ પર આવનારાં સપ્તાહોમાં અમલ આવશે. કંપનએ કહ્યું હતું કે વોઇસ મેસેજે લોકોને માટે વાતચીત કરવાનું ત્વરિત અને સરળ બનાવી દીધું છે. વળી, અવાજ દ્વારા યુઝર્સ લાગણી અને ઉત્સાહ બતાવવો એ ટેક્સ્ટ મેસેજ કરતાં વધારે કુદરતી છે અને અનેક સ્થિતિઓમાં વોઇસ મેસેજ વોટ્સએપ પર સંદેશવ્યવહારનો પસંદગીનો પ્રકાર છે.