ટેક્સ વિકલ્પઃ રોકાણના આ વિકલ્પોને અવગણતા નહીં

સરકારે બજેટમાં ટેક્સની ચૂકવણી માટે એક નવો વિકલ્પ આપ્યો છે, જેમાં તમામ કરકપાત અને એક્ઝમ્પ્શનને ખતમ કરવામાં આવ્યા છે. જો તમે ટેક્સનો નવો વિકલ્પ પસંદ કરો છો કો રોકાણ માટે વિવિધ વિકલ્પોને નજરઅંદાજ કરવાની ભૂલ  ના કરતા.

નાણાપ્રધાન નિર્મલા સીતારામએ રજૂ કરેલા આવ ખતના બજેટમાં ટેક્સનો એક નવો વિકલ્પ રજૂ કર્યો છે. નવા વિકલ્પમાં ટેક્સના દરો ઓછા થયા છે, પણ કોઈ પણ ટેક્સ કપાત કે કોઈ પણ એક્ઝમ્પ્શનનો લાભ નહીં મળે. વિશ્લેષકોનું કહેવું છે કે બહુ ઓછા ટેક્સ પેયર્સ માટે આ નવા વિકલ્પ લાભદાયી હશે.

ઓછા દરો, પણ કપાત નહીં

ટેક્સના નવો વિકલ્પની પસંદગી એ જ ટેક્સ પેયર્સ કરશે, જેમને બહુ કરકપાત અને ટેક્સ એક્મ્પ્શન ક્લેમ ના કરતા હોય અને ટેક્સ પ્લાનિંગથી બચવા માટે ટેક્સ ભરવા માટે સરળ સાધન પર ધ્યાન કેન્દ્રિત કરશે. હવે જો તમે પણ આવા લોકોમાંના એક છો તો એ વાત યાદ રાખો કે ભલે સેક્શન 80 હેઠળ કપાતનો લાભ નહીં મળે, પણ રોકાણ માટેનાં નીચેનાં સાધનોમાં મૂડીરોકાણને નજરઅંદાજ નહીં કરવા જોઈએ.

જીવન અને આરોગ્ય વીમો

વર્તમાન યુગમાં જીવન વીમા અને આરોગ્ય વીમો બહુ જરૂરી છે, પણ મોટા ભાગના લોકો એને માત્ર ટેક્સ બચાવવાના ઉદ્દેશથી જ એ ખરીદે છે. ટેક્સ આયોજકનું કહેવું છે કે લોકોના આ પ્રકારના વલણમાં બદલાવ આવશે. પ્રત્યેક વ્યક્તિએ જીવન અને આરોગ્ય વીમો ખરીદવો જોઈએ. પછી પ્રીમિયમ પર કરકપાત મળે કે ના મળે.

એનપીએસ

જો લોકો નવો ટેક્સનો વિકલ્પ પસંદ કરે છે તો એનપીએસમાં રોકાણને પણ ઝટકો લાગી શકે છે. હાલમાં આવકવેરા અધિનિયમની કલમ 80CCD (1b) હેઠળ રૂ. 50,000 સુધી વધારાની ટેક્સ રાહત મળે છે. ટેક્સ રાહત સિવાય એનપીએસનો સૌથી મોટો લાભ એ છે કે આમાં રોકાણ કરવાથી કોઈ વધારાનો ચાર્જ નથી લાગતો. આમાં રોકાણ પર ફંડ મેનેજમેન્ટ ચાર્જની મહત્ત્મ મર્યાદા વાર્ષિક 0.01 ટકા છએ. આની તુલનામાં ડેટ ફંડમાં ઓછામાં ઓછો ચાર્જ 10 ગણો વધુ અને ઇન્ડેક્સ મ્યુચ્યુઅલ ફંડમાં 50 ગણો ચાર્જ છે.

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)

ટેક્સનો નવો વિકલ્પ પસંદ કરવાના ચક્કરમાં પીપીએફને નજરઅંદાજ નહીં કરું જોઈએ, કેમ કે આ રોકાણનું એક સૌથી સારું સાધન છે. પછી ભલે તમે આના પર ચેક્સ રાહતનો લાભ ના લેતા હોવ, પરંતુ તમને એના પર વાર્ષિક રીતે મળનારા વ્યાજ અને મેચ્યોરિટી સમયે મળનારી રકમ ટેક્સ ફ્રી હોય છએ. પીપીએફમાં એક નિશ્ચિત રકમ, ઊંચું વ્યાજ અને સોવેરિન ગેરન્ટીનો લાભ મળતો રહે છે.

સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ (SCSS)

આ પ્રકારે સિનિયર સિટિઝન ભલે જ ટેક્સનો નવો વિકલ્પ પસંદ કરે, પણ સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમમાં રોકાણ બંધ ના કરવું જોઈએ.

સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં પણ રોકાણનો એક શ્રેષ્ઠ વિકલ્પ છે, જેમાં છોકરીઓના માતાપિતાએ આ યોજના રોકાણ પર વિચાર કરવો જોઈએ. પછી ભલે એમાં ટેક્સ રાહત ના મળે. SCSS તથા SSY-બેંને સ્કીમો ગેરન્ટેડ રિટર્ન આપે છે અને એમાં બેંન્કોના વ્યાજદરોથી વધુ વ્યાજ મળે છે.