નવી દિલ્હીઃ ચાઇનીઝ સ્માર્ટફોન ઉત્પાદક રિયલમીએ કહ્યું હતું કે કંપનીએ પાંચ વર્ષ પહેલાં એકમ સ્થાપિત કર્યા પછી બે કરોડ (200 મિલિયન)થી વધુ મોબાઇલ ચીનની બહાર મોકલ્યા છે. ડેટાથી એ માલૂમ પડે છે કે આ સફળતા હાંસલ કરનારી પાંચમી સૌથી સ્મર્ટફોન ઉત્પાદક કંપની છે.
ચીની ઉપભોક્તા હાર્ડવેર દિગ્ગજ BBK ઇલેક્ટ્રોનિક્સની માલિકીની રિયલમી- જે ઓપ્પો અને વિવો બ્રાન્ડની પણ માલિક છે, એણે કહ્યું હતું કે બીજા ત્રિમાસિકમાં કંપનીએ ચીનની બહાર બે કરોડ સ્માર્ટફોન શિપ કર્યા છે. માર્કેટ એનાલિટિક્સ કંપની કાઉન્ટરપોઇન્ટ રિસર્ચના ડેટાથી માલૂમ પડે છે કે માત્ર ચાર કંપનીઓ –વિવો, હુવેઇ, સેમસંગ અને એપલે જ હજી સુધી આટલા સ્માર્ટફોન શિપ કરવામાં ઓછો સમય લીધો છે. વૈશ્વિક સ્તરે માત્ર 14 કંપનીઓ છે, જેમણે અત્યાર સુધી બે કરોડથી વધુ ફોન મોકલ્યા છે.
આ વિશે કંપનીના ચીફ માર્કેટિંગ ઓફિસર જુ ક્યુએ કહ્યું હતું કે અમે બજારમાં ત્યારે સ્માર્ટફોન બજારમાં મૂક્યો હતો, જ્યારે બજારમાં 700થી વધુ સ્માર્ટફોનની બ્રાન્ડ હાજર હતી, પણ અમને ગર્વ છે કે અમે છેલ્લાં પાંચ વર્ષમાં વિશ્વની ટોચની 10 બ્રાન્ડોમાં સામેલ થવા માટે સક્ષમ થયા છીએ.
કાઉન્ટરપોઇન્ટ રિસર્ચ અનુસાર 2017માં બજારમાં 700થી વધુ સ્માર્ટફોનની બ્રાન્ડ હતી, જે સંખ્યા ઘટીને સપ્ટેમ્બરમાં આશરે 250 થઈ ગઈ હતી. તેમણે કહ્યું હતું કે કંપની હવે રિયલમી GT 5 પ્રોની સાથે પ્રીમિયમ ફોનને ટક્કર આપવા માટે તૈયાર છે.