આઇસી15 ઇન્ડેક્સમાં 333 પોઇન્ટનો ઘટાડો

મુંબઈઃ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં મંગળવારે વોલેટિલિટી નોંધાઈ હતી અને ઘટાડો જોવા મળ્યો હતો. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.71 ટકા (333 પોઇન્ટ) ઘટીને 46,704 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 47,037 ખૂલીને 47,121ની ઉપલી અને 46,268 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના યુનિસ્વોપ સિવાયના તમામ કોઇન ઘટ્યા હતા. ટ્રોન, શિબા ઇનુ, અવાલાંશ અને ડોઝકોઇનમાં 2થી 4 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

દરમિયાન, ચીનમાં સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્ક ચીની સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (સીબીડીસી)ના પ્રયોગમાં સહભાગી થઈ છે. એણે સિટી બેન્ક ક્લીયરિંગ સર્વિસીસના સહયોગથી ડિજિટલ યુઆનમાં વિનિમય સેવાઓ શરૂ કરી છે.

બીજી બાજુ, ડિજિટલ એસેટ ફંડ મેનેજર – કોઇનશેર્સના અહેવાલમાં જાણવા મળ્યું છે કે ગત સપ્તાહમાં ક્રીપ્ટો એસેટ્સમાં વર્ષ 2021ના અંત ભાગ બાદ અત્યાર સુધીનું સૌથી વધુ રોકાણ આવ્યું છે. એનું પ્રમાણ 346 મિલ્યન ડોલર છે.