મુંબઈઃ દેશના સૌથી મોટા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ BSE સ્ટાર MF પર ઓગસ્ટ મહિનામાં ફરી એકવાર પોઝિટિવ નેટ ઈક્વિટી ઈન્ફ્લો રહ્યો છે. ઉદ્યોગના કુલ ઈન્ફ્લોમાં રૂ.4000 કરોડનો ઘટાડો ઓગસ્ટમાં નોંધાયો છે ત્યારે બજારમાં અતિ મોટી વધઘટ છતાં રોકાણકારોનો BSE સ્ટાર MF પરનો વિશ્વાસ વધ્યો છે, એનું પ્રતિબિંબ એમાં પડે છે કે BSE સ્ટાર MF પર ઓગસ્ટમાં રૂ.667 કરોડના ચોખ્ખા ઈક્વિટી રોકાણની આવક રહી છે.
BSE સ્ટાર MF ઓગસ્ટ, 2020માં જ સૌથી વધુ 73.34 લાખ ટ્રાન્ઝેક્શન્સનો રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. એ પૂર્વે 10 ઓગસ્ટે 11.40 લાખ અને 13 એપ્રિલ, 2020ના રોજ 11.58 લાખ ટ્રાન્ઝેક્શન્સ કરવાના રેકોર્ડ આ પ્લેટફોર્મ ધરાવે છે.
રાષ્ટ્રવ્યાપી મહામારી અને સતત લંબાઈ રહેલા લોકડાઉન વચ્ચે પણ BSE સ્ટાર MFએ AMCs, મેમ્બર્સ અને તેમના ક્લાયન્ટ્સને સરળપણે પેપરલેસ ટ્રાન્ઝેક્શન્સની સુવિધા પૂરી પાડી છે. નાણાકીય વર્ષ 20-21માં એપ્રિલથી ઓગસ્ટ સુધીમાં 3.28 કરોડ ટ્રાન્ઝેક્શન્સ પાર પાડવામાં આવ્યા છે, જે નાણાકીય વર્ષ 19-20ના 5.75 કરોડ ટ્રાન્ઝેક્શન્સના 57 ટકા છે.
ઓગસ્ટ, 2020માં આ પ્લેટફોર્મ પરનું ટર્નઓવર ઓગસ્ટ 2019ના રૂ.14,714 કરોડથી 71 ટકા વધીને રૂ.25,128 કરોડ થયું છે.