મુંબઈ તા.11 એપ્રિલ, 2022: દેશના સૌથી મોટા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ બીએસઈ સ્ટાર એમએફ પર એકજ દિવસમાં 29.90 લાખ ટ્રાન્ઝેક્શન્સનો નવો વિક્રમ સર્જાયો છે. અગાઉનો સર્વાધિક ટ્રાન્ઝેક્શન્સનો વિક્રમ 10 જાન્યુઆરી, 2022ના રોજ 26.65 લાખ ટ્રાન્ઝેક્શન્સનો હતો. આમ ટ્રાન્ઝેક્શન્સની સર્વાધિક સંખ્યામાં 12 ટકાનો વધારો થયો છે.
બીએસઈ સ્ટાર એમએફ પર માસિક ધોરણે સૌથી વધુ ટ્રાન્ઝેક્શન નાણાકીય માર્ચ મહિનામાં થયા હતા. માર્ચ મહિનામાં 1.97 કરોડ ટ્રાન્ઝેક્શન્સ થયા હતા. એ પૂર્વે જાન્યુઆરી 2022માં 1.87 કરોડ ટ્રાન્ઝેક્શન્સનો વિક્રમ નોંધાયો હતો.
આ પ્રસંગે બીએસઈ સ્ટાર એમએફનાં બિઝનેસ હેડ સ્નેહલ દીક્ષિતે કહ્યું, “મ્યુચ્યુઅલ ફંડ હવે બહુજન માટેનાં પ્રોડક્ટ બની ગયાં છે એટલે ટ્રાન્ઝેક્શન્સની સંખ્યા વધી રહી છે. મ્ચ્યુઅલ ફંડમાં હવે રોકાણ કરવાનું આસાન બની ગયું છે અને દરેક વયના લોકો વિભિન્ન અસ્ક્યામતોમાં આસાનીથી રોકાણ કરી શકે છે. વધતા જતા ડિજિટલાઈઝેશન અને બજારમાં રોકાણકારોની સંખ્યા વધી રહી હોવાથી ડિસ્ટ્રિબ્યુટરોનું ક્ષેત્ર પણ વિસ્તરી રહ્યું છે. હવે પછીનો સમય બીએસઈ સ્ટાર એમએફ માટે વિપુલ તકયુક્ત છે. વિતરકો અને બધા સહભાગીઓની યાત્રા આનંદપૂર્ણ રહે એવી શુભેચ્છા”.
નાણાકીય વર્ષ 21-22માં બીએસઈ સ્ટાર એમએફ પર ટ્રાન્ઝેક્શન્સની સંખ્યા એના આગલા વર્ષના 9.38 કરોડથી વધીને 18.47 કરોડ થઈ છે.