ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં રકાસ યથાવત્: આઇસી15-ઇન્ડેક્સ 2,390-પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં રકાસ યથાવત્ રહેતાં બિટકોઇન 42,000 ડૉલરની સપાટીની નીચે પહોંચી ગયો છે. વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે અને ફેડરલ રિઝર્વ મોટા પ્રમાણમાં વ્યાજદરમાં વધારો કરે એવી ભીતિ સેવાઈ રહી છે.

આવામાં યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું છે કે રશિયાએ કરેલા હુમલામાં હજારો લોકોનાં મોત થયાં છે. યુરોપિયન દેશોએ રશિયાથી ઓઇલ અને ગૅસની ખરીદી પર પ્રતિબંધ મૂકવા બાબતે ચર્ચાને આગળ વધારી છે. જોકે, જર્મનીએ આ પગલાની ગંભીર આર્થિક અસરને જોતાં તેનો વિરોધ કર્યો છે.

માર્કેટ કૅપિટલાઇઝેશનની દૃષ્ટિએ સૌથી મોટી ક્રીપ્ટોકરન્સી – બિટકોઇનનો ભાવ ચોવીસ કલાકના ગાળામાં લગભગ 1.6 ટકા ઘટીને 41,900 ડોલરની નજીક પહોંચી ગયો છે. ઈથેરિયમમાં 4 ટકાનો ઘટાડો થઈને ભાવ 3,100 ડોલરની આસપાસ ચાલી રહ્યો છે.

દરમિયાન, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 3.75 ટકા (2,390 પોઇન્ટ) ઘટીને 61,190 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 63,580 ખૂલીને 65,051 સુધીની ઉપલી અને 60,911 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
63,580 પોઇન્ટ 65,051  પોઇન્ટ 60,911  પોઇન્ટ 61,190

 

પોઇન્ટ

ડેટાનો સમયઃ 11-4-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]