બીએસઈ, વિદર્ભ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી વચ્ચે કરાર

મુંબઈ તા. 1 જુલાઈ, 2022: બીએસઈએ દેશની કોમોડિટી બજારને વધુ સક્ષમ બનાવવાના હેતુથી મહારાષ્ટ્રના આકોલાસ્થિત વિદર્ભ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી સાથે એક સમજૂતી કરાર કર્યો છે. વિદર્ભ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના 1,700થી અધિક સભ્યો છે. સમજૂતી કરાર હેઠળ બીએસઈ અને ફિઝિકલ બજાર વચ્ચે નોલેજ શેરિંગ, શિક્ષણ એન્ડ તાલીમ તેમ સમાન હિતના બધા ક્ષેત્રે સહકાર કરવામાં આવશે

બીએસઈના ચીફ બિઝનેસ ઓફિસર સમીર પાટીલએ કહ્યું કે સરકાર ઔપચારિક નાણાકીય સાધનોને પ્રોત્સાહન આપવા અર્થતંત્રની સંપૂર્ણ ઇકોસિસ્ટમ બનાવવાના પ્રયાસો કરી રહી છે. નાણાકીય સાક્ષરતાને દેશના અંતરિયાળ વિસ્તારોમાં લઈ જવાથી ઉદ્યોગના સહભાગીઓને ઔપચારિક અર્થતંત્રના વિવિધ પાસાંને સમજવામાં મદદ મળશે. એમઓયુ એક્સચેન્જના પ્લેટફોર્મ પર ભૌતિક બજારના સહભાગીઓને લાવવાના અમારા અભિયાનને સતત ચાલુ રાખવાના અમારા પ્રયત્નોની પુષ્ટિ કરે છે.”

 વિદર્ભ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ નિકેશ ગુપ્તાએ કહ્યું કે અમે બીએસઈ સાથેના જોડાણ બદલ બીએસઈના આભારી છીએ. અમારી વાર્ષિક સામાન્ય સભામાં બીએસઈએ યોજેલું સત્ર ઘણું માહિતીપ્રદ અને સફળ રહ્યું હતું. અમે સમજૂતી કરાર સાથે ભવિષ્યમાં વધુ સાહસો કરીશું. ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ નીતીન ખંડેલવાલે કહ્યું હતું કે અમે જાગૃતિ માટે બીએસઈ સાથે નિયમિત સત્રો યોજીશું. સમજૂતી કરાર આપણને સાથે કામ કરવાની તક પૂરી પાડશે અને આપણે નજીકના ભવિષ્યમાં વિદર્ભ વિસ્તારના ઉદ્યોગોના વિકાસ માટે સાથે કામગીરી કરીશું 

બીએસઈએ મેન્યુફેક્ચરર્સ, ખેડૂતો, વેપારીઓ અને જ્વેલર્સ માટે ભાવના જોખમના સંચાલન વિશેના પરિસંવાદો અને જાગૃતિ કાર્યક્રમો યોજવા  અને તેમને વધુ સંગઠિત સ્વરૂપના ટ્રેડિંગ પ્રતિ વાળવામાં સહાય કરવા માગે છે. બીએસઈ ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ્સ (ફ્યુચર્સ અને ઓપ્શન્સ) અને ઓપ્શન્સ ઈન ગુડ્સ જેવાં હેજિંગ સાધનો દ્વારા જોખમના સંચાલન સંબંધિત જાણકારી પૂરી પાડશે. બીએસઈ દેશનું એવું પ્રથમ યુનિવર્સલ એક્સચેન્જ છે, જે ઈક્વિટી, ડેટ, કરન્સી ઈન્ટરેસ્ટ રેટ્સ અને કોમોડિટીઝ સહિતના એસેટ ક્લાસના ટ્રેડિંગની સવલત પૂરી પાડે છે.

(તસવીર સૌજન્યઃ @vcciakola)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]