દેશની માફી માંગોઃ સુપ્રીમ કોર્ટ (નુપૂર શર્માને)

નવી દિલ્હીઃ મોહમ્મદ પયગંબર વિશે વાંધાજનક ટિપ્પણી કરવા બદલ સુપ્રીમ કોર્ટે આજે ભારતીય જનતા પાર્ટીનાં ભૂતપૂર્વ પ્રવક્તા નુપૂર શર્માને આજે ઠપકો આપ્યો હતો. કોર્ટે એમને કહ્યું કે, તમારે આખા દેશની માફી માંગવી જોઈએ. દેશમાં જે કંઈ બન્યું છે એ માટે માત્ર તમે એકલાં જ જવાબદાર છો.

ન્યાયમૂર્તિ સૂર્ય કાંતે કહ્યું કે, અમે એ ટીવી ડીબેટ જોઈ છે. એમણે (નુપૂર શર્માએ) જે કંઈ કહ્યું હતું અને બાદમાં જ્યારે એમણે એમ કહ્યું કે પોતે વકીલ છે, એ શરમજનક કહેવાય. એમણે આખા દેશની માફી માગવી જોઈએ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]