મુંબઈઃ દેશનો મહત્ત્વનો ઈક્વિટી ઇન્ડેક્સ BSE સેન્સેક્સ 2026ના અંત સુધીમાં 1,00,000ની સપાટી સર કરે એવી શક્યતા છે. આમાં વાર્ષિક ધોરણે 11 ટકાનો વધારો થવાની ધારણા છે. હાલમાં સેન્સેક્સ 58,669ના સ્તરે છે. જેથી આગામી પાંચ વર્ષમાં એ 70 ટકાનો વધારો જોવા મળે એવી શક્યતા છે. આગામી પાંચ વર્ષમાં સેન્સેક્સ એક લાખે પહોંચવાની સંભાવના છે., એમ ધ ગ્રીડ એન્ડ ફિયર ન્યુઝલેટરના ક્રિસ્ટોપર વૂડ્સે કહ્યું હતું.
અમારું માનવું છે કે આગામી પાંચ વર્ષમાં EPSમાં 15 ટકાના ગ્રોથ અને પાંચ વર્ષની સરેરાશ મલ્ટિપલ 19.4ના સ્તરે રહેશે. ભારતના હાઉસિંગ માર્કેટમાં સાત વર્ષ પછી આવેલી તેજીને લઈને ઘણા ઉત્સાહિત છે. તેમનું માનવું છે કે ખાનગી મૂડી ખર્ચમાં મોટા પાયે રિકવરી મળશે. જેથી કંપનીઓની કમાણીમાં વધારો જોવા મળશે અને વધતા વ્યાજદરના દોરમાં સ્ટો માર્કેટ તેજીમાં રહેવામાં સફળ છે.
MSCI ઇન્ડિયા ઇન્ડેક્સમાં સામેલ કંપનીઓની આવકમાં 2022-23માં 20 ટકાથી વધુનો ગ્રોથ જોવા મળશે, જે એશિયાની ત્રીજી સૌથી ઝડપી દર હશે. જોકે તેમણે એ પણ સંકેત આપ્યા હતા કે US ફેડ દ્વારા વ્યાજદરોમાં વધારો અને વૈશ્વિક ક્રૂડ ઓઇલની કિંમતોમાં વધારો એ –બે મોટાં જોખમ છો. જોકે તેઓ USની ધિરાણ નીતિઓને લઈને બહુ ચિંતિત નથી. જોકે ક્રૂડ ઓઇલની કિંતમોનો વધારો ભારતીય અર્થતંત્રને આંચકો આપશે.
ઓક્ટોબરના રેકોર્ડ હાઇથી આશરે પાંચ ટકા તૂટ્યા પછી ભારતીય સ્ટોક માર્કેટમાં કોઈ મોટા ઘટાડાનું જોખમ નથી. વળી ભારત ફરી એક વાર એશિયાનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સ્ટોક એક્સચેન્જ બની જશે.