BSEએ પાટલીપુત્ર સરાફા સંઘ સાથે MoU કર્યું

મુંબઈઃ BSEએ બિહારના પટના સ્થિત સોના-ચાંદી બજારના એસોસિયેશન પાટલીપુત્ર શરાફા સંઘ સાથે સમજૂતી કરાર (MoU) કરીને પોતાના બુલિયન વેપારના નેટવર્કને વધુ સક્ષમ બનાવ્યું છે.

 આ  જોડાણથી બધા સહભાગીઓનો વિકાસ  થશે અને તેઓ વધુ સારી રીતે સ્પર્ધા અને ભાવના જોખમનું સંચાલન કરી શકશે. આ જોડાણ હેઠળ BSE કોમોડિટી અને ડેરિવેટિવ્ઝ માર્કેટ્સના લાભ વિશે લોકોમાં જાગૃતિ લાવવા સેમિનાર અને અન્ય કાર્યક્રમો યોજશે અને કોમોડિટીના વેપારીઓને હેજિંગ માટે પ્રોત્સાહિત કરશે.  પાટલીપુત્ર સરાફા સંઘ BSEએ કોમોડિટી બજારમાં કરેલી પહેલો અંગેની માહિતી હિતધારકોને પૂરી પાડશે અને સોના-ચાંદી સંબંધિત નવાં પ્રોડક્ટ વિકસાવવા BSE સાથે મળીને કામ કરશે.

 બિહારમાં અમને પાટલીપુત્ર સરાફા સંઘ સાથે જોડાવાનો આનંદ છે. અમે માનીએ છીએ કે આ જોડાણથી વધુ સહભાગીઓ આગળ આવશે અને એક્સચેન્જ પર હેજિંગ કરશે તેમ જ બુલિયન વેપારના ફિઝિકલ નેટવર્ક મજબૂત બનશે, એમ BSEના ચીફ બિઝનેસ ઓફિસર સમીર પાટીલે કહ્યું હતું.

 આ જોડાણ અંગે આનંદ વ્યક્ત કરતાં પાટલીપુત્ર સરાફા સંઘના પ્રમુખ બિનોદ કુમારે કહ્યું કે ઝવેરીઓ, ખાસ કરીને નાના ઝવેરીઓને લાભ થશે તેઓ હેજિંગની પ્રક્રિયા સમજશે અને તેઓ ભાવના જોખમથી પોતાનું રક્ષણ કરી શકશે.