લંડનની આ જાણીતી બ્રાન્ડે કરોડોના કપડાં સળગાવી નાખ્યાં, કારણ આશ્ચર્યજનક

લંડનઃ બ્રિટનની એક જાણીતી લક્ઝરી બ્રાન્ડે છેલ્લાં કેટલાક વર્ષોમાં પોતાની જ બ્રાન્ડના 251 કરોડ રુપિયાના મૂલ્યના કપડાં અને કોસ્મેટિકને પોતે જ નષ્ટ કરી નાંખ્યાં. છેલ્લાં પાંચ વર્ષમાં આ બ્રાન્ડે 807 કરોડથી વધારે રૂપિયાના એવા કપડાં સળગાવીને રાખ કરી નાંખ્યાં, જે વેચાયાં ન હતાં. કારણમાં એટલું કે પોતાની બ્રાન્ડના કપડાંઓને કોઈ અન્ય બ્રાન્ડ દ્વારા કોપી કરવાના ડરથી કીંમતી કપડાં અને કોસ્મેટિક સામાનને નષ્ટ કરી નાંખ્યો.

આ બ્રાંડે આ મામલે જાણકારી આપતા જણાવ્યું કે અમે અમારી માર્કેટ વેલ્યુ બચાવવા માટે આવું કર્યું. આપને જણાવી દઈએ કે આ બ્રાંડ પોતાના આઈકોનિક ટ્રેંચ કોટ અને ચેક વાળા સ્કાફ અને બેગ માટે જાણીતી છે. દુનિયાભરમાં આ બ્રાંડના કપડાઓની ડિઝાઈન સૌથી વધારે કોપી કરવામાં આવે છે.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર વર્ષ 2017માં આ બ્રાંડે અમેરિકા સાથે પોતાની એક ડીલ બાદ લગભગ 10 મિલિયનના પરફ્યુમ અને કોસ્મેટિકને નષ્ટ કર્યા હતા.

પોતાના લક્ષ્ય સુધી પહોંચવા માટે બર્બરી નામની આ કંપનીએ ઘણા ઈનોવેટિવ ઓર્ગેનાઈઝેશન સાથે પાર્ટનરશિપ પણ કરી છે. લંડનમાં સ્થિત બર્બરીનું હેડક્વોટર વર્ષ 2022 સુધી કાર્બન ન્યૂટ્રલ બનવાના પ્રયત્નોમાં લાગેલું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]