રાજયના ૮૪ તાલુકાઓમાં વરસાદ,દાંતા સહિત કેટલાક વિસ્તારમાં પાંચ ઈંચથી વધુ વરસાદ

ગાંધીનગર: રાજ્યમાં વરસાદી માહોલ સાર્વત્રિક જોવા મળી રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ઉતર અને મધ્ય ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થયો છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં ૧૪૬ મી.મી. એટલે કે પાંચ ઈંચ જેટલો, મહેમદાવાદ તાલુકામાં ૧૩૮ મી.મી., વઘઈમાં ૧૩૪ મી.મી. અને શહેરામાં ૧૩૦ મી.મી. મળી કુલ ત્રણ તાલુકાઓમાં પાંચ ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા.૨૦/૦૭/૨૦૧૮ને સવારે ૭-૦૦ કલાકે પૂરા થયેલા ચોવીસ કલાક દરમિયાન ધનસુરા તાલુકામાં ૧૨૦ મી.મી., ભીલોડામાં ૧૧૫ મી.મી., ખેરગામ-સતલાસણામાં ૧૧૨ મી.મી., ખંભાતમાં ૧૦૯ મી.મી., વાંસદામાં ૧૦૫ મી.મી. અને વલસાડમાં ૧૦૧ મી.મી., ડાંગમાં ૯૯ મી.મી. મળી કુલ આઠ તાલુકામાંઓમાં ચાર ઈંચથી વધુ અને આણંદ-વડોદરા તાલુકામાં ૯૭ મી.મી., અમીરગઢમાં ૮૮ મી.મી., ખેડબ્રહ્મામાં ૮૬ મી.મી., બોરસદમાં ૮૧ મી.મી., પેટલાદ-ગોધરામાં ૮૦ મી.મી., ધરમપુરમાં ૭૬ મી.મી., મેઘરજમાં ૭૫ મી.મી., વિજયનગરમાં ૭૪ મી.મી., બાયડમાં ૭૩ મી.મી., મોડાસા-ખાનપુરમાં ૭૨ મી.મી. મળી કુલ ૧૩ તાલુકાઓમાં ત્રણ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

આ ઉપરાંત ઈડર તાલુકામાં ૬૯ મી.મી., ધોલેરામાં ૬૭ મી.મી., ચીખલી-પારડીમાં ૬૫ મી.મી., આંકલાવ-કપરાડામાં ૬૩ મી.મી., વડાલી-તારાપુરમાં ૬૨ મી.મી., બેચરાજી-માલપુરમાં ૬૧ મી.મી., છોટાઉદેપુર-દેવગઢ બારીયામાં ૬૦ મી.મી., ખેરાલુ-બાવળામાં ૫૮ મી.મી., મોરવાહડફ-વીરપુરમાં ૫૫ મી.મી., બાલાશિનોરમાં ૫૩ મી.મી., વડગામમાં ૫૨ મી.મી., પાલનપુર-ગણદેવીમાં ૫૦ મી.મી., કપડવંજમાં ૪૯ મી.મી. મળી કુલ ૨૦ તાલુકાઓમાં બે ઈંચથી વધુ જયારે અન્ય ૩૭ તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

દરમિયાન આજે સવારે ૮-૦૦ કલાકથી ૧૦-૦૦ કલાક દરમિયાન સતલાસણા તાલુકામાં ૫૬ મી.મી. એટલે કે બે ઇંચથી વધુ સહિત, ખેરગામ, વાંસદા, ધરમપુર, પાટડી, ફતેપુરા, વઘઈ, માંડવી, અમીરગઢ, કપરાડા, વલસાડ, દાહોદ, ઝાલોદ મળી કુલ ૧૨ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]