પંજાબ નેશનલ બેંકમાં વધુ એક ગોટાળો બહાર આવ્યો, અબજોના નકલી ટ્રાન્ઝેક્શન

મુંબઇઃ પંજાબ નેશનલ બેંકમાં હજુ નીરવ મોદી ફ્રોડ કેસનું ફીંડલું ઉકેલાયું નથી ત્યાં ફરી એકવાર આ બેકમાં મોટા ગોટાળાની ખબર મળી રહી છે.જેને પગલે પીએનબીમાં શુક્રવારે મોટા ઘટાડા સાથે કારોબાર રહ્યો હતો.. ખુદ બેન્કે જાણકારી આપી છે કે મુંબઈની એક બ્રાન્ચમાં નકલી અને બિનસત્તાવાર ટ્રાન્ઝેક્શન થયાં છે. આ ટ્રાન્ઝેક્શનની કુલ કીમત 1.77 બિલિયન ડૉલર્સ છે.આ નકલી ટ્રાન્ઝેક્શનની ભારતીય રૂપિયામાં કીંમત 11,000 કરોડ જેટલી થવા જાય છે. અમુક ખાતાંધારકોને લાભ થાય એ માટે બેન્કના આવાં ટ્રાન્ઝેક્શન્સ થયાં છે એમ બેન્કે કહ્યું છે.

જો કે પીએનબીએ આ ખાતાંધારકોના નામ હજી જાહેર નથી કર્યા. બેન્કે આ ફ્રોડ અંગેની જાણકારી આર્થિક મામલાની તપાસ કરતી સરકારી સંસ્થાઓને આપી દીધી છે. આ અંગે નાણાં મંત્રાલયના અધિકારીએ કહ્યું છે કે આ કેસમાં જરૂરી પગલાં લેવાની કાર્યવાહી શરુ થઇ ગઇ છે.