નવી દિલ્હીઃ ભારતપેએ કંપનીની કન્ટ્રોલર માધુરી જૈનને નોકરીમાંથી કાઢી મૂકી છે. એના પર ફંડની ઉચાપત કરવાનો આરોપ લાગેલો છે. માધુરી જૈન ભારતપેના સહસંસ્થાપક અશનીર ગ્રોવરની પત્ની છે. કંપનીનું મૂલ્ય. 2.8 અબજ ડોલર (આશરે રૂ. 21,000 કરોડ)નું છે. જૈન આ કંપનીમાં ઓક્ટોબર, 2018થી ફાઇનાન્સની જવાબદારી સંભાળી રહી હતી. અલ્વારેઝ એન્ડ માર્સેલ ઇન્વેસ્ટિગેશનની પ્રારંભની તપાસમાં તેનું નામ બહાર આવ્યું હતું. આ તપાસમાં તેની સાથે સંકળાયેલા સ્ટાર્ટઅપમાં નાણાકીય અનિયમિતતા માલૂમ પડી હતી.
આ તપાસ કરતાં માલૂમ પડ્યું હતું કે કંપનીની બુક્સમાં ફંડનો ઉપયોગ વ્યક્તિગત ખરીદદારી માટે કરવામાં આવ્યો હતો. જૈને તેના બચાવમાં કહ્યું હતું કે 10 ફેબ્રુઆરીએ ભારતપેના બોર્ડને એક પત્ર મોકલ્યો હતો, જેમાં આરોપ લગાવ્યો હતો કે તેણે ક્યારેય રાજીનામું નથી આપ્યું, જેનો સ્વીકાર કરવામાં આવે.
જૈને ગવર્નન્સ રિવ્યુને રોવિંગ ઇન્ક્વાયરી જણાવતાં કહ્યું હતું કે ના તો મને રાજીનામા વિશે કોઈ માહિતી નથી અને ના મેં કોઈ રાજીનામું આપ્યું છે. તે શેરહોલ્ડરોની લડાઈની વચ્ચે મહોરું બની ગઈ છે. જૈનના પતિ અને કંપનીના મેનેજર ગ્રોવરે 19 જાન્યુઆરીએ બોર્ડની બેઠકમાં જૈનના રાજીનામાની રજૂઆત કરી હતી.
ગ્રોવરે ભારતપેના બોર્ડને કહ્યું હતું કે જૈનના રાજીનામાનો અંતિમ નિર્ણય એપ્રિલમાં કંપનીમાં તેના પરત ફર્યા પછી લેવામાં આવશે. ગ્રોવર અને જૈન- બંને 19 અને 20 જાન્યુઆરીથી સ્ટાર્ટઅપથી રજા પર છે. જોકે આ મામલે ભારતપે કરવામાં આવેલા ઇમેઇલનો કોઈ જવાબ નહોતો આપ્યો.