નવી દિલ્હીઃ ભારતમાં ચાલતા કોરોના રોગચાળાની બીજી લહેરમાં ઈ-કોમર્સ અગ્રણી એમેઝોને ઘોષણા કરી છે કે કંપની 100 વેન્ટિલેટરની પ્રાપ્તિ કરશે અને એ ભારતમાં આયાત કરશે. જેથી ભારતને વિનાશકારી બીજી લહેરમાં લડવામાં મદદ મળી શકે. આગામી બે સપ્તાહમાં ભારતમાં યુનિટો પહોંચાડવા માટે કંપનીએ એક અમેરિકી-આઇરિશ મેડિકલ ડિવાઇસ કંપની મેડટ્રોનિકસની સાથે કરાર કર્યા છે.
કંપની આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય સાથે કામ કરી રહી છે, જેથી વેન્ટિલેટર્સ ટેક્નિકલ સ્પેસિફિકેશન સ્વીકાર્ય બને છે અને મેડટ્રોનિકસના PB980 મોડલના 100 યુનિટ્સને તત્કાળ ફંડ પૂરું પાડવા અને તાત્કાલિક ઉપયોગ માટે ભારત લાવવા માટે પ્રયાસ હાથ ધર્યા છે, એમ કંપનીએ એક બ્લોગપોસ્ટમાં જણાવ્યું હતું.વળી, ઈ-કોમર્સ જાયન્ટ આરોગ્ય મંત્રાલયની નિયુક્ત કરેલી એજન્સી સાથે મળીને કામ કરી રહી છે, જે આ મશીનોને ઉપયોગ કરશે એ માટે હોસ્પિટલોની પસંદગી, ડિલિવરી જાળવણી, કર્મચારીઓને તાલીમ વગેરેને અંતિમ સ્વરૂપે કામ કરશે.
ભારતમાં શિપમેન્ટ આયાતની ઝડપી પ્રક્રિયા અને આરોગ્ય મંત્રાલયની એજન્સી સાથે સંકલન કરીએ છે, જેથી કોરોના સામેની લડતમાં અમે પણ મદદ કરવા પ્રતિબદ્ધ છીએ, એમ ગ્લોબલ SVP અને એમેઝોન ઇન્ડિયાના કન્ટ્રી હેડ અમિત અગ્રવાલે તેમના બ્લોગ પોસ્ટમાં કહ્યું હતું. કંપનીએ રવિવારે જાહેર કર્યું હતું કે ભારતનાં અનેક શહેરોમાં કોરોના સંક્રમિતોને મદદ કરવા માટે હોસ્પિટલોને અને જાહેર સંસ્થાઓને 10,000 કોન્સ્ટ્રેટેટર્સ અને BiPAP મશીન દાનમાં આપશે. આ માટેનું કન્સાઇન્મેન્ટ રવિવારે મુંબઈમાં ઊતરવાનું હતું અને મોટા ભાગનાં શિપમેન્ટ 30 એપ્રિલ સુધી આવી જવાની ધારણા હતી.