એમેઝોન ઇન્ડિયાએ 500 કર્મચારીઓની છટણી કરી

વોશિંગ્ટનઃ દિગ્ગજ ટેક્નોલોજી કંપની એમેઝોનમાં છટણીની તલવાર હજી સુધી અટકી નથી. કેટલાક મહિના પહેલાં માર્ચમાં કંપનીએ 9000 કર્મચારીઓની છટણીનું એલાન કર્યું હતું., જેની પ્રક્રિયા હજી સુધી ચાલુ છે. હવે કંપનીની પાંખ એમેઝોન ઇન્ડિયા આશરે 500 કર્મચારીઓને બહાર કાઢી રહી છે. કંપનીએ છટણીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને એને એમેઝોન વેબ સર્વિસિસ (AWS) અને હ્યુમન રિસોર્સિસ (HR)ની ટીમન આંચકો લાગી શકે છે.

વૈશ્વિક મંદીની આશંકા વચ્ચે એમેઝોને માર્ચમાં ક્લાઉડ સર્વિસિસ, એડવર્ટાઇઝિંગ અને ટ્વિટટેક યુનિટ્સમાંથી આશરે 9000 કર્મચારીઓની છટણીનું એલાન કર્યું હતું. કંપનીના CEO એન્ડી જૈસીએ સ્ટોફને મેમો દ્વારા એનું એલાન કર્યું હતું. આ પહેલાં કંપનીએ 18,000 કર્મચારીઓની છટણીનું એલાન કર્યું હતું. એમજેઝોનના CEOએ કહ્યું હતું કે પાછલાં કેટલાંક વર્ષોમાં કંપનીએ બહુબધા લોકોને કામ પર રાખી લીધા હતા અને હવે અર્થતંત્રની અનિશ્ચિત ચાલને પગલે એણે ખર્ચ અને કર્મચારીઓની સંખ્યા ઘટાડવાનો નિર્ણય કર્યો છે.કંપનીના CEOએ કહ્યું હતું કે કેટલાક લોકો પૂછી શકે છે કે એક વારમાં છટણીનું એલાન કેમ નહોતું કર્યું, એનું કારણ એ હતું કે કંપનીએ બધી ટીમોની સમીક્ષા નહોતી કરી. કંપનીએ જાન્યુઆરીમાં 18,000 અને એ પછી માર્ચમાં 9000 કર્મચારીઓની છટણીનું એલાન કર્યું હતું.

એપ્રિલમાં કંપનીએ આશરે 100 કર્મચારીઓને વિડિયો ગેમ અને ડિવિઝન્સમાંથી કાઢી મૂક્યા હતા. કંપનીએ આ ઉપરાંત 2025 વળતરની નીતિ હેઠળ કર્મચારીઓને અપાતા શેરોની સંખ્યામાં પણ કાપ મૂક્યો હતો.