રાંચીઃ ઝારખંડના એક ગામને એલોવિરા વિલેજના નામથી ઓળખવામાં આવે છે, કેમ કે કામમાં મોટી સંખ્યામાં એલોવેરાની ખેતી કરવામાં આવે છે. રાંચીના નગરી પ્રખંડના દેવરી ગામના લોકો બધાં ખેતરો અને અહીં સુધી કે આંગણામાં એલોવેરાની ખેતી કરે છે. ગામની મહિલાઓ માટે એલોવેરા આવકનું સાધન બન્યું છે. એલોવેરાની ખેતીએ મહિલાઓનું જીવન બદલી કાઢ્યું છે.
ગામની મહિલાઓનું કહેવું છે કે એલોવેરાએ રાજ્યમાં ગામનું માન વધાર્યું છે. હવે આ ગામના લોકો એલોવેરા વિલેજના નામથી ઓળખે છે, જે બધાને ગૌરવાન્વિત કરે છે. બિરસા કૃષિ યુનિવર્સિટીના સહયોગથી એલોવેરા વિલેજમાં ઉગાડેલા એલોવેરાની માગ ઝારખંડમાં છે. મહિલાઓ રૂ. 35 કિલોના હિસાબે એલોવેરાના પત્તાં વેચી રહ્યાં છે.
ડિસેમ્બર, 2018માં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચર રિસર્ચ (ICAR) –બિરસા કૃષિ યુનિવર્સિટી આદિવાસી ઉપ-યોજના (TSP) હેઠળ ગામને એલોવેરા વિલેજ નામ આપવામાં આવ્યું હતું. ગામના મોટા ભાગના લોકોએ એલોવેરાના છોડવા ઉગાડવામાં રસ દાખવ્યો હતો. એ પછી ગ્રામીણોએ આવક વધારવા માટે એલોવેરા અને અન્ય ઔષધીય છોડ લગાવ્યા હતા.
મહિલાઓએ જણાવ્યું હતું કે એલોવેરાને વધુ તડકો અને સિંચાઈની જરૂર પડે છે. વળી, એના છોડ રોપવામાં વધુ ખર્ચ પણ નથી થતો. એમાં મોટા મૂડીરોકાણ પણ નથી થતું અને બજાર પણ ઉપલબ્ધ છે. જેથી ટૂંક સમયમાં સારુંએવું પરિણામ મળ્યું હતું.