એચડીએફસી બેન્કે ઈન્ડિયા-આઈએનએક્સ પ્લેટફોર્મ પર $૧-અબજના બોન્ડ્સનું લિસ્ટિંગ કર્યુ

મુંબઈ તા.26 ઓગસ્ટ, 2021: દેશની અગ્રણી ખાનગી બેન્ક એચડીએફસી બેન્કે તેના 3.7 ટકાનાં 1 અબજ યુએસ ડોલરનાં એટી1 બોન્ડ્સ ગિફ્ટ સિટી ખાતે આવેલા આઈએફએસસીમાં લિસ્ટ કર્યાં છે. ઈન્ડિયા આઈએનએક્સના પ્રાઈમરી માર્કેટ પ્લેટફોર્મ જીએસએમ પર એક ભારતીય ખાનગી બેન્કનાં બોન્ડ્સના લિસ્ટિંગનો આ પ્રથમ કિસ્સો છે. ઈન્ડિયા આઈએનએક્સે 2018માં આ પ્લેટફોર્મની સ્થાપના કરી એ પછી અત્યાર સુધીમાં અહીં 55 અબજ યુએસ ડોલરની  મીડિયમ ટર્મ નોટ્સ અને 28 અબજ યુએસ ડોલરથી અધિકના બોન્ડ્સ લિસ્ટ થયાં છે.
આ ઘટના સંબંધે ઈન્ડિયા આઈએનએક્સના એમડી અને સીઈઓએ કહ્યું કે અમે ભારતના પોતાના આઈએફએસસી પર એચડીએફસી બેન્કના એટી1 બોન્ડ્સના લિસ્ટિંગને આવકારીએ છીએ. અમે એચડીએફસી બેન્કે અમારા પ્લેટફોર્મ પર મૂકેલા ભરોસા બદલ આભાર માનીએ છીએ અને તેમની સફળતા બદલ અભિનંદન આપીએ છીએ. અમે નિયામક આઈએફએસસીએ સાથે મળીને ઈશ્યુઅરોને વિસ્તૃત અને વિશ્વ કક્ષાની સાતત્યપૂર્ણ લિસ્ટિંગ પ્રક્રિયા પૂરી પાડીએ છીએ. અમે આશા રાખીએ છીએ કે વધુને વધુ ઈશ્યુઅરો નજીકના ભવિષ્યમાં અમારા પ્લેટફોર્મ પર આવશે.આઈએફએસસીએના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મનોજ કુમારે કહ્યું કે એચડીએફસી એટી1 બોન્ડ્સ અહીં લિસ્ટ થયાં તે દર્શાવે છે કે બંને એક્સચેન્જીસનાં આઈએફએસસી પ્લેટફોર્મ આતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાત્મક છે. આ એક મહત્ત્વની સિદ્ધિ છે. આઈએફએસસીએ તાજેતરમાં બોન્ડ ઈશ્યુના નિયમોમાં ફેરફારો કર્યા છે, જેને પગલે વધુને વધુ ઈશ્યુઅરો બોન્ડ્સના લિસ્ટિંગ માટે આગળ આવશે.
————————————————-

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]