એરટેલ-ચેરમેન સુનીલ મિત્તલનો પગાર 5% ઘટી રૂ.15.39-કરોડ

મુંબઈઃ નાણાકીય વર્ષ 2021-22માં ભારતી એરટેલ કંપનીના ચેરમેન સુનીલ મિત્તલનો પગાર પાંચ ટકા ઘટીને રૂ. 15 કરોડ 39 લાખ થયો હતો.

આ ટેલીકોમ કંપનીના વાર્ષિક અહેવાલમાં જણાવાયા મુજબ, 2020-21માં મિત્તલનો પગાર રૂ. 16.19 કરોડ હતો. 2021-22માં એમનો બેઝિક પગાર અને ભથ્થાં તથા પરફોર્મન્સ-લિન્ક્ડ સવલતની રકમ યથાવત્ રહ્યા હતા, પરંતુ આવક ઉપરાંતના અમુક લાભની રકમ ઘટી જતાં એમનો કુલ પગાર થોડોક ઘટી ગયો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]