રોકાણકારોને છેતરપિંડીથી બચવા એનએસઈની વેબસાઈટ પર “નો/લોકેટ યોર શેરબ્રોકર” ચકાસવાની સલાહ

મુંબઈ તા. 12 જૂન, 2023: ગેરકાનુની ટ્રેડિંગ કે ટ્રેડર્સથી બચવા નેશનલ સ્ટોક એક્સચેન્જે તેની વેબસાઈટ પર “નો/લોકેટ યોર સ્ટોક બ્રોકર” શીર્ષક હેઠળ લિન્ક આપી છે, જેમાં રજિસ્ટર્ડ મેમ્બર્સની અને તેમની અધિકૃત વ્યક્તિઓની વિગતો પૂરી પાડવામાં આવી છે. એ ઉપરાંત મેમ્બર્સ રોકાણકારો પાસેથી જે બેન્ક ખાતાંમાં ફંડ્સ પ્રાપ્ત કરે છે એની વિગતો પણ આપવામાં આવેલી છે. રોકાણકારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ રોકાણ કરતાં પૂર્વે સંબંધિત હસ્તી સંબંધિત વિગતો અહીં ચકાસી લેવી જોઈએ.

રોકાણકારોને ગેરમાર્ગે દોરતી બાબત પ્રત્યે ધ્યાન દોરતા એનએસઈએ તેની અખબારી યાદીમાં કહ્યું છે કે  “નસીર ખાન” નામની વ્યક્તિ મોબાઈલ નંબર “9057649297” અને ટેલિગ્રામ ચેનલ “ગુરુ પેઈડ ચેનલ” મારફત લોકો પાસેથી સિક્યુરિટીઝ બજારમાં ટ્રેડિંગ કરવા અને શેરબજારમાં નિશ્ચિત કે ગેરન્ટીડ વળતરની ખાતરી આપી નાણાં ઉઘરાવે છે. રોકાણકારોને સલાહ આપવામાં આવે છે કે શેરબજારમાં નિશ્ચિત, નિર્દેશાત્મક કે ગેરન્ટીડ વળતરવાળાં રોકાણ પ્રોડક્ટસ ઓફર કરવાં એ ગેરકાયદે પ્રવૃત્તિ છે. આ વ્યક્તિ નેશનલ સ્ટોક એક્સચેન્જના રજિસ્ટર્ડ મેમ્બર નથી કે નથી રજિસ્ટર્ડ મેમ્બરની અધિકૃત વ્યક્તિ, એમ નેશનલ સ્ટોક એક્સચેન્જે અખબારી જોગી યાદીમાં જણાવ્યું હતું. આ ઉપરાંત માર્કેટ વોન્ક ફાઈનાન્સિયલ સર્વિસીસના નામે આવી પ્રવૃતિ કરતા લોકોમાં અમુક વ્યકિતઓ-વિકિતા જૈન, અક્ષય પગારિયા, અનુજ શુકલા અને મયંક ભોજાને, વગેરેનો સમાવેશ થાય છે.

નેશનલ સ્ટોક એક્સચેન્જે તેની વેબસાઈટ પર “નો/લોકેટ યોર સ્ટોક બ્રોકર” શીર્ષક હેઠળની લિન્ક આપી છે, (https://www.nseindia.com/invest/find-a-stock-broker) જેમાં રજિસ્ટર્ડ મેમ્બર્સની અને તેમની અધિકૃત વ્યક્તિઓની વિગતો પૂરી પાડવામાં આવી છે, જેથી અહીં ચકાસણી કરવાથી તેઓ ફસાવાથી કે ગેરમાર્ગે દોરાવાથી અટકી શકશે.