અદાણી ગ્રુપ બિહારમાં પાવર પ્લાન્ટ માટે રૂ. 20,000 કરોડનું રોકાણ કરશે

પટનાઃ બિહાર બિઝનેસ કનેક્ટમાં આ વર્ષે રોકાણકારોની સાથે કુલ રૂ. 1.80 લાખ કરોડના સમજૂતી કરાર (MOU) કરવામાં આવ્યા હતા. જે ગઈ વખત કરતાં ત્રણ ગણા વધુ છે. બિહાર રોકાણકાર સંમેલનના બીજા દિવસે અદાણી ગ્રુપનાની અદાણી એન્ટરપ્રાઇઝીસના ડિરેક્ટર પ્રણવ અદાણીએ કહ્યું હતું કે ગ્રુપ અલ્ટ્રા-સુપરક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટ સ્થાપવા માટે આશરે રૂ.20,000 કરોડનું મૂડીરોકાણ કરવાની યોજના ધરાવે છે.

તેમણે બિહાર બિઝનેસ કનેક્ટ રોકાણકાર શિખરને સંબોધન કરતાં કહ્યું હતું કે હું બિહાર સરકારને અર્થવ્યવસ્થાના દરેક ક્ષેત્રમાંથી ઘણા પ્રભાવશાળી વ્યક્તિત્વોને એક મંચ ઉપર લાવવા બદલ અભિનંદન આપું છું. આદરણીય મુખ્ય મંત્રીજી, આ શિખર દ્વારા માત્ર આપના વ્યક્તિગત ચુંબકત્વનો જ નહીં, પરંતુ વેપારજગતના વિશ્વાસનો પણ પુરાવો છે કે આપ અને આપનું સુશાસન તંત્ર બિહારને ભારતના સૌથી આકર્ષક રોકાણ સ્થળો પૈકીના એકમાં પરિવર્તિત કરી રહ્યા છો.

નીતીશજી, આપની દૂરંદેશી અજોડ છે. 22 વર્ષ પહેલાં, તમે દેશના રેલવે મંત્રી તરીકે ઓટોમેટેડ સોફ્ટવેરનો ઉપયોગ કરીને ટિકિટ બુકિંગ સિસ્ટમને અમલી બનાવીને અત્યાર સુધીનું સૌથી મોટું પરિવર્તન કર્યું હતું. પહેલા દિવસે આ સિસ્ટમ મારફત માત્ર 29 ટિકિટ બુક થઈ હતી  અને હવે એક જ દિવસમાં 13 લાખ જેટલી ટિકિટ બુક થઈ રહી છે, જેણે તેને વિશ્વનું સૌથી વ્યસ્ત ઓનલાઈન રિઝર્વેશન પ્લેટફોર્મ બનાવ્યું છે!

બિહાર માટેના આપે સેવેલા સપનાથી અદાણી ગ્રુપ ખૂબ જ પ્રોત્સાહિત થયું છે. આપના નેતૃત્વમાં અમારી શ્રદ્ધાના સ્વીકારનું અમે બિહારમાં સૌથી મોટા ખાનગી રોકાણકાર છીએ એ નમ્ર હકીકતની માન્યતાથી અન્ય વધુ સારું કંઈ હોઈ શકે નહીં. ગયા વર્ષે બિહાર બિઝનેસ કનેક્ટમાં મેં આપને વચન આપ્યું હતું. એ વચન સાથે હું આપને બિહાર માટે અમારા વર્તમાન અને ભાવિ રોકાણ સંબંધી રોડમેપનો સંક્ષિપ્ત ખ્યાલ આપું છુ. લોજિસ્ટિક્સ, ગેસ વિતરણ અને એગ્રી-લોજિસ્ટિક્સ એ ત્રણ ક્ષેત્રોમાં અમે અગાઉથી જ આશરે રૂ. 850 કરોડનું રોકાણ કર્યું છે અને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની લગભગ 25,000 તકોનું પણ સર્જન કર્યું છે.

હવે અમે આ ક્ષેત્રોમાં વધુ રૂ.2300 કરોડનું રોકાણ કરવા આગળ વધી રહ્યા છીએ. આ રોકાણ માત્ર અમારી વેરહાઉસિંગ અને હેન્ડલિંગ ક્ષમતામાં જંગી વધારો કરશે. એટલું જ નહી, પરંતુ EV, CGD અને CBGના ક્ષેત્રમાં અમારી હાજરીને વિસ્તૃત કરવા સાથે વધારાની પ્રત્યક્ષ અને પરોક્ષ 27,000 સ્થાનિક નોકરીની તકો પણ પેદા કરશે.

અમે બિહારમાં ગતિ શક્તિ રેલવે ટર્મિનલ્સ, ICDs (ઈનલેન્ડ કન્ટેનર ડેપો) અને ઔદ્યોગિક વેરહાઉસિંગ પાર્ક જેવા વ્યૂહાત્મક આંતરમાળખાને વિકસાવવા માટે સંભવિતપણે બીજા રૂ. 1000 કરોડનું રોકાણ કરવા માટે આપની સરકાર સાથે ઘનિષ્ઠ રીતે કામ કરી રહ્યા છીએ.અમે સિવાન, ગોપાલગંજ, વૈશાલી, સારણ અને સમસ્તીપુર એ પાંચ શહેરોમાં વીજ વપરાશ-નિરીક્ષણને સ્વચાલિત કરવા 28 લાખથી વધુ સ્માર્ટ મીટરના ઉત્પાદન અને ઇન્સ્ટોલેશન માટે રૂ. 2100 કરોડનું રોકાણ કરીશું અને ટેક્નોલોજીનું આ સેગમેન્ટ ઓછામાં ઓછી 4000 સ્થાનિક નોકરીઓનું સર્જન કરશે.

અમે બે વર્ષ પહેલાં અમારા ACC અને અંબુજા સિમેન્ટ હસ્તગત કર્યા પછીના અમારા પ્રથમ ગ્રીનફિલ્ડ સિમેન્ટ પ્રકલ્પનું આપના હસ્તે શિલારોપણ કર્યું હતું. અમે બહુવિધ તબક્કાઓમાં 10 MMTPAની સિમેન્ટ ઉત્પાદન ક્ષમતા સ્થાપિત કરવા માટે બિહારમાં રૂ. 2,500 કરોડનું મૂડીરોકાણ કરવાનો ઇરાદો ધરાવીએ છીએ  અને આ પ્રકલ્પ બિહારના લોકો માટે પ્રત્યક્ષ અને પરોક્ષ ઓછામાં ઓછી 9000 નોકરીઓનું સર્જન કરવાની ક્ષમતા ધરાવે છે.