ટેલિકોમ-સેવાઓ પૂરી પાડવા અદાણી ગ્રુપને લાઈસન્સ અપાયું

નવી દિલ્હીઃ દેશમાં તમામ પ્રકારની ટેલિકોમ સેવાઓ પૂરી પાડવા માટે અદાણી ગ્રુપની અદાણી ડેટા નેટવર્ક કંપનીને કેન્દ્ર સરકાર તરફથી લાઈસન્સ આપવામાં આવ્યું હોવાનો અહેવાલ છે. અદાણી ગ્રુપે હાલમાં જ 5G સ્પેક્ટ્રમની હરાજી વખતે સ્પેક્ટ્રમની ખરીદી કરીને ટેલિકોમ સેક્ટરમાં પ્રવેશ કર્યો હતો.

અદાણી એન્ટરપ્રાઈઝીસ લિમિટેડની પેટાકંપની અદાણી ડેટા નેટવર્ક્સ લિમિટેડે 5G સ્પેક્ટ્રમ હરાજી વખતે રૂ. 212 કરોડના ખર્ચે 20 વર્ષ માટે 26GHz મિલીમીટર વેવ બેન્ડમાં 400 મેગાહર્ટ્ઝનો ઉપયોગ કરવાનો અધિકાર હાંસલ કર્યો છે. આમ હવે તે રિલાયન્સ જિયો અને ભારતી એરટેલ સાથે હરીફાઈમાં ઉતરશે.