મુંબઈઃ બિનાન્સે એફટીએક્સ ડોટ કોમની નાણાંભીડને દૂર કરવાની દૃષ્ટિએ એની સાથે કરેલા કરારની અસર ક્રીપ્ટોકરન્સી માર્કેટના મૂડ પર થઈ છે અને તેને પગલે માર્કેટનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ આઇસી15 લગભગ 15 ટકા ઘટી ગયો હતો.
ઇન્ડેક્સના ઘટકોમાંથી મુખ્યત્વે સોલાના, ડોઝકોઇન, ઈથેરિયમ અને પોલીગોનમાં ઘટાડો થયો હતો. એ બધામાં મહત્તમ 40 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. એક પણ કોઇનમાં વૃદ્ધિ થઈ ન હતી. બિટકોઇન પણ આશરે 12 ટકા ઘટીને 17,500 ડોલરની નીચે પહોંચી ગયો હતો. માર્કેટ કેપિટલાઇઝેશન 900 અબજ ડોલરની નીચે ઉતરી ગયું હતું. બીજા શબ્દોમાં કહીએ તો એમાં લગભગ 100 અબજ ડોલરનો ઘટાડો થયો હતો.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 14.56 ટકા (4,333 પોઇન્ટ) ઘટીને 25,414 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 29,747 ખૂલીને 31,658ની ઉપલી અને 24,892 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
29,747 પોઇન્ટ | 31,658 પોઇન્ટ | 24,892 પોઇન્ટ | 25,414 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 9-11-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |