મુંબઈ તા. 23 જૂન, 2023: એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ્સમાં આજે એક જ દિવસમાં રેકોર્ડબ્રેક ટર્નઓવર નોંધાયું છે. સેન્સેક્સ ડેરિવેટિવ્ઝ ટર્નઓવર રૂ.6,06,637 કરોડની નવી ઊંચી સપાટીએ પહોંચ્યું છે. ઓપ્શન્સમાં રૂ.6,06,576 કરોડનું અને ફ્યુચર્સમાં રૂ.61 કરોડનું ટર્નઓવર થયું હતું.
આગલા સપ્તાહની એક્સપાયરીની તુલનાએ ટર્નઓવર 77 ટકા વધીને રૂ.3,42,129 કરોડ થયું છે. કુલ 96.11 લાખ કોન્ટ્રેક્ટ્સના સોદા થયા હતા. કુલ ઓપન ઈન્ટરેસ્ટ સમાપ્તિ પૂર્વે 4.93 લાખ કોન્ટ્રેક્ટ્સના શિખરે પહોંચ્યા હતા.
બીએસઈએ શુક્રવારની સમાપ્તિ સાથેના સેન્સેક્સના ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ્સને 15મી મેથી લોન્ચ કર્યા ત્યારથી તેમાં ટર્નઓવર સતત વધી રહ્યું છે. પ્રથમ સમાપ્તિએ 8,563 કોન્ટ્રેક્ટ્સનું કામકાજ થયું હતું, જ્યારે માત્ર છ સપ્તાહમાં ટ્રેડેડ કોન્ટ્રેક્ટ્સની સંખ્યા વધીને 96,11,665ની થઈ છે.
