ચીનમાં 5G-કનેક્ટેડ કારના વેચાણમાં ભારે ઉછાળો આવશે

બીજિંગઃ એક નવા સર્વેક્ષણ પરથી નિષ્ણાતોએ એવું તારણ કાઢ્યું છે કે ચીનમાં 5G કનેક્ટેડ મોરટરાકોના વેચાણનો આંક 2025ની સાલ સુધીમાં 71 લાખ પર પહોંચશે. મતલબ કે દેશમાં નેટવર્ક કનેક્ટેડ કારના કુલ વેચાણઆંકમાં 5G કારનો હિસ્સો 40 ટકા હશે. દેશમાં 2020માં 4G કનેક્ટેડ કારનું વેચાણ 78 લાખ યુનિટ્સના આંકે પહોંચવાની ધારણા છે. પરંતુ, 2021માં 5G કનેક્ટેડ કારનું વેચાણ શરૂ થશે તે પછી એનું વેચાણ ઝડપથી વધશે એવું નિષ્ણાતોનું માનવું છે.

ચીનમાં સરકારી માલિકીની ત્રણ ટેલિકોમ ઓપરેટર કંપની છે – ચાઈના મોબાઈલ, ચાઈના યૂનિકોમ અને ચાઈના ટેલિકોમ. આ ત્રણેય કંપની 2025ની સાલ સુધીમાં 5G નેટવર્કમાં 184 અબજ ડોલરનું મૂડીરોકાણ કરવાની છે. મર્સિડીઝ બેન્ઝ, બીએમડબલ્યુ અને ઓડી જેવી લક્ઝરી બ્રાન્ડ 2019ના પહેલા ક્વાર્ટરથી જ ચીનમાં તેમની મોટા ભાગની કાર 4G નેટવર્ક કનેક્ટેડ સાથે વેચી રહી છે.