આઇસી15 ઇન્ડેક્સમાં 574 પોઇન્ટની વૃદ્ધિ

મુંબઈઃ ફેડરલ રિઝર્વની બેઠક પહેલાં ડોલર ઇન્ડેક્સ નબળો પડતાં ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સાધારણ વૃદ્ધિ નોંધાઈ હતી. બિટકોઇન 21,300 ડોલરની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરશે એ લગભગ નિશ્ચિત છે, પરંતુ 75 બેઝિસ પોઇન્ટનો વધારો થશે કે કેમ અને આગામી સમય માટે શું આઉટલૂક જાહેર કરવામાં આવે છે એના વિશે ઉત્કંઠાનું વાતાવરણ છે.

અમેરિકામાં સ્ટોક્સ ફ્યુચર્સમાં વૃદ્ધિ થઈ છે. એસએન્ડપી 500 ઇન્ડેક્સના ફ્યુચર્સમાં 0.9 ટકાનો અને ડાઉ જોન્સના ફ્યુચર્સમાં 0.4 ટકા તથા નાસ્દાકના ફ્યુચર્સમાં 1.7 ટકાનો વધારો થયો હતો.

અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.95 ટકા (574 પોઇન્ટ) વધીને 29,913 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 29,331 ખૂલીને 30,068 સુધીની ઉપલી અને 28,684 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
29,331 પોઇન્ટ 30,068 પોઇન્ટ 28,684 પોઇન્ટ 29,913 પોઇન્ટ

ડેટાનો સમયઃ 27-7-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)