ઓક્ટોબરમાં 54.6 લાખ લોકોએ નોકરીઓ ગુમાવીઃ CMIE

નવી દિલ્હીઃ દેશમાં તહેવારોની સીઝનમાં એક માઠા સમાચાર છે. દિવાળી પહેલાં ઓક્ટોબરમાં દેશમાં 54.6 લાખ લોકોએ નોકરીઓ ગુમાવી છે. આવી સ્થિતિ ત્યારે છે, જ્યારે આર્થિક રિકવરી છે અને બજારમાં દિવાળીનો તહેવાર છે, એમ સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (CMIE)એ આંકડા બહાર પાડ્યા છે.

લેબર માર્કેટમાં સતત તણાવગ્રસ્ત છે. ઓક્ટોબરમાં દેશમાં 40.077 કરોડ લોકો પાસે રોજગારી હતી. સપ્ટેમ્બરમાં 40.624 કરોડ લોકોની પાસે રોજગાર હતી. મહિનાની આધારે નેશનલ લેબર ફોર્સ પાર્ટિપિટન્ટ રેટ સપ્ટેમ્બરમાં 40.66 ટકા હતો, જે ઓક્ટોબરમાં ઘટીને 40.41 ટકા હતો. ઓગસ્ટમાં એ 40.52 ટકા હતો. કોરોના રોગચાળામાં આર્થિક કામગીરીમાં ઝડપી ભલે છે, પણ સરકાર માટે રોજગારી મુદ્દે સારા સમાચાર નથી મળી રહ્યા. ઓક્ટોબરમાં શહેરોમાં બેરોજગારી દર 1.24 ટકા ઘટ્યો છે. પણ ગામડાંઓમાં બેરોજગારી દર 1.75 ટકા વધી છે. ઓક્ટોબરમાં  બેરોજગારી દર સપ્ટેમ્બરના 6.87 ટકાથી વધીને 7.75 ટકા થયો છે.

શહેરોમાં બેરોજગારી વધવાનો દર ત્રણ મહિનાના નીચલા સ્તરે 7.38 ટકા પહ પહોંચ્યો હતો અનમે ગામડાઓમાં એ ચાર મહિનાના ઊંચા સ્તર 7.91 ટકાએ પહોંચ્યો હતો. જોકે ઓગસ્ટની તુલનાએ સપ્ટેમ્બરમાં બેરોજગારીનો દર 1.46 ટકા ઘટીને 6.86 ટકાએ આવ્યો હતો.

સામાન્ય રીતે કતહેવારોની સીઝનમાં ખાસ કરીને રિટેલ ઇન્ડસ્ટ્રીમાં  રોજગારી વધવાની અપેક્ષા હતી, પણ એવું થઈ ના શક્યું.મે, 2021માં ગામોમાં બેરોજગૈરી દર 10.55ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. જોકે એ પછી તેમાં ઘટાડો થયો ગયો હતો, એમ CMIEએ જણાવ્યું હતું.