સ્ટાર્ટઅપ્સ-એસએમઈઝને પ્રોત્સાહિત કરવા BSE-એચડીએફસી બેન્ક વચ્ચે કરાર

મુંબઈઃ બીએસઈ અને દેશની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેન્ક એચડીએફસી બેન્ક વચ્ચે  એક સમજૂતી કરાર થયો છે, જે હેઠળ દેશભરનાં સ્ટાર્ટ-અપ્સ અ્ને એસએમઈઝના લિસ્ટિંગને પ્રોત્સાહન આપવામાં આવશે.

આ સમજૂતી કરાર હેઠળ એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટિંગની પ્રક્રિયા હેઠળ હોય એવાં સ્ટાર્ટ-અપ્સ અને એસએમઈઝ માટે એચડીએફસી બેન્ક અને બીએસઈ બેન્કિંગ અને લેન્ડિંગ સોલ્યુશન્સ પૂરાં પાડશે. એચડીએફસી સંભાવ્ય સ્ટાર્ટઅપ્સ અને એસએમઈઝ ઓળખી કાઢશે અને તેમને મર્ચન્ટ બેન્કર્સ જેવી ઈન્ટરમીડિયરીઝ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને કાનૂનવિદો સાથે ભાગીદારી કરવામાં સહાય કરશે. બંને પક્ષો  દેશના સ્ટાર્ટ-અપ્સ માહોલને વેગ આપવા સંયુક્તપણે પ્રવૃત્તિઓ હાથ ધરશે.

આ પ્રસંગે બીએસઈ એસએમઈ એન્ડ સ્ટાર્ટઅપ્સને હેડ અજય ઠાકુરે કહ્યું કે આ સમજૂતી કરાર સાથે અમે દેશનાં સ્ટાર્ટ-અપ્સ અને એસએમઈઝની ભંડોળની અછતનો નિકાલ લાવવા માગીએ છીએ. બીએસઈ અને એચડીએફસી બેન્ક સાથે મળીને સ્ટાર્ટ-અપ્સ અને એસમએમઈઝ માટે યોગ્ય વાતાવરણ સર્જીશું. સ્ટાર્ટઅપ્સ વિશ્વ આખાને બદલી રહ્યાં છે. અમે સ્ટાર્ટઅપ્સને સહાય કરવા પ્રતિબદ્ધ છીએ. બીએસઈ સાથેના સમજૂતી કરારનો અમને આનંદ છે એમ એચડીએફસી બેન્કની રિટેલ બ્રાન્ચ બેન્કિંગના એસવીપી ઈકબાલ ગુઈલાનીએ કહ્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]