નવી દિલ્હીઃ સામાન્ય લોકો અને વેપારી વર્ગને રાહત આપતાં કેટલાક નિર્ણય લેવાયાં હતાં. નાણાંપ્રધાન પીયૂષ ગોયલની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની 28મી બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા. સેનિટરી નેપકિનને GST માંથી બહાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય 28% વાળા પ્રોડક્ટ્સમાં પણ GST ઘટાડવામાં આવી છે.બેઠક દરમિયાન સુગર સેસ પર ફક્ત રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. સુગર સેસ પર કોઈ નિર્ણય લેવાયો નથી. કુલ મળીને 88થી વધારે ઉત્પાદનો પર GST રેટ ઘટાડવામાં આવ્યો છે.આ પહેલાં વેપારીઓ માટે GST રિટર્ન નિયમ આસાન કરવા પર સહમતિ બની હતી. હવે GST રિટર્ન ભરવા માટેનું ફોર્મ ફક્ત 1 પેજનું હશે. આ સિવાય મહિનામાં 3 વખત રિટર્નના ઝંઝટમાંથી મુક્તિ મળી ગઈ છે.
5 કરોડ રૂપિયા સુધીના ટર્નઓવર વાળાએ ત્રિમાસિક રિટર્ન ભરવા પડશે. દરરોજ ઉપયોગમાં લેવાતી લગભગ 30 વસ્તુઓ પર GST રેટમાં ઘટાડા પર વિચાર કરવામાં આવ્યો છે. જેમાં સેનેટરી નેપકિન સિવાય બેટરી, બેટરીથી ચાલતી ગાડીઓ, વોટર કુલર અને આઈસક્રીમ સામેલ છે.
જીએસટી ઘટાડાથી સસ્તી બનતી વસ્તુ
28થી ઘટી 18 ટકા જીએસટી ફ્રીજ, વોશિંગ મશીન, જ્યૂસર મિક્સર, ગ્રાઇન્ડર, વેક્યૂમ ક્લીનર, શેવર-ટ્રીમર, વોટર હીટર, ઇસ્ત્રી, વોટર કૂલર, હીટર, આઈસક્રીમ ફ્રીજર, હેન્ડ ડ્રાયર, કોસ્મેટિક્સ, પરફ્યૂમ, સેન્ટ, વિડીયોગેમ્સ, લેધ આઈટમ્સ, પેઇન્ટ, વોર્નિશ, લિથિયમ આયર્ન બેટરી આ વસ્તુ પર 18માંથી 12 ટકા થયો જીએસટી હેન્ડીક્રાફ્ટ, હેન્ડબેગ, વાંસનું ફ્લોરિંગ, જ્વેલરી બોક્સ, કાચની કલાકૃતિઓ, હેન્ડમેડ લેમ્પ, સજાવટી ફ્રેમના અરીસા |