મુંબઈઃ ફેડરલ રિઝર્વ આવતા મહિને વ્યાજદરમાં મોટો વધારો નહીં કરે એવી ધારણા અર્થશાસ્ત્રીઓએ વ્યક્ત કરતાં ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સુધારો થયો છે. અમેરિકામાં સ્ટોક્સ ફ્યુચર્સમાં પણ વૃદ્ધિ જોવા મળી હતી.
રોઇટર્સે કરાવેલા સર્વેક્ષણના તારણ અનુસાર, અર્થશાસ્ત્રીઓએ કહ્યું છે કે ફેડરલ રિઝર્વ હવે 75 બેઝિસ પોઇન્ટને બદલે 50 બેઝિસ પોઇન્ટનો જ વધારો કરશે. પછીથી કરાનારો વધારો પણ મર્યાદિત પ્રમાણમાં હશે.
બીજી બાજુ, ડોલર ઇન્ડેક્સ મંગળવારે 109.30 પોઇન્ટની ઉંચી સપાટીની નજીક પહોંચી ગયો હતો. આ બધાં પરિબળોને લીધે ક્રીપ્ટોકરન્સીના રોકાણકારોએ શોર્ટ ઓળિયાં સુલટાવી દીધાં હતાં.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.74 ટકા (230 પોઇન્ટ) વધીને 31,077 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 30,850 ખૂલીને 31,399ની ઉપલી અને 30,356 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
30,850 પોઇન્ટ | 31,399 પોઇન્ટ | 30,356 પોઇન્ટ | 31,077 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 23-8-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |
Photo by Jievani Weerasinghe on Unsplash