ન્યુ યોર્કઃ યુએસસ્થિત ફિનટેક કંપની બિઝટુક્રેડિટ નાના વેપાર-ધંધાને લોન આપે છે. બિઝટુક્રેડિટ ઉદ્યોગ સાહસિકોને નાના પાયે ધિરાણ કરતી કંપની છે. કંપની આગામી પાંચ વર્ષોમાં વેપાર વિસ્તરણ થકી ભારતમાં 10 કરોડ ડોલરનું મૂડીરોકાણ કરવાની યોજના ધરાવે છે. કંપની આ માટે ચાલુ વર્ષે તેની ટેક્નોલોજી ટીમને મજબૂત કરવા માટે 150 નવા કર્મચારીઓની ભરતી કરવાની યોજના ધરાવે છે.
કંપની ભારતમાં એનો નોંધપાત્ર ગ્રોથ જોઈને ખુશ છે. કંપનીએ કોરોના બાઇરસની બીજી લહેરોમાં વેપાર-ધંધાની અનિશ્ચિતતા છતાં 15તી વધુ ગ્રાહકો જોડવા સાથે આવકમાં સારોએવો વધારો કર્યો છે અને આગામી 10-12 દિવસોમાં વેપારના વિસ્તકરણ કરવા સાથે મોટી છલંગ મારવા તત્પર છે, એમ કંપનીના CEO અને સહસંસ્થાપક રોહિત અરોરાએ કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે કંપની મૂડીરોકાણ ખાસ કરીને રિસર્ચ અને સંશોધન, કામગીરી, માળખા અને વર્કફોર્સમાં કરશે. કંપની દેશમાં યુવા સ્નાતકો માટે ટેક્નિકલ અને સર્વિસ બેઝ્ડ ભૂમિકાઓમાં નવી નોકરીની તકો લાવી રહી છે. કંપનીની સ્થાપના વર્ષ 2007માં કરવામાં આવી હતી અને કંપનીને 2019માં નેક્સસ વેન્ચર પાર્ટર્નસનું પીઠબળ છે.
કંપની અમેરિકા, ભારત, ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં અગ્રણી બેન્કો અને અન્ય નાણાસંસ્થા, રોકાણકારો અને સર્વિસ પ્રોવાઇડર્સ માટે કસ્ટમ ડિજિટલ પ્લેફોર્મમાં ઉદ્યોગ આધારિત અગ્રણી ટેક્નોલોજીનું વિસ્તરણ કરી રહી છે.
ભારતીય બજારમાં બિઝટુક્રેડિટ જેવી ફિનટેક કંપનીઓ માટે વિપુલ સંભાવનાઓ રહેલી છે અને કંપનીનો આગામી તબક્કો ગ્રોથ માટે બહુ મહત્ત્વનો છે. કંપની સરકારી મિશન મેક ઇન ઇન્ડિયાના કાર્યક્રમ હેઠળ મોટા પાયે ભારતીય ટેલેન્ટમાં રોકાણ કરશે, એમ અરોડાએ જણાવ્યું હતું. કંપનીએ ચાલુ નાણાકીય વર્ષમાં કર્મચારીઓને ઘણા સારાં પ્રોત્સાહક બોનસની વહેંચણી કરી છે.