લાખો લોકોનાં રૂ.બે લાખ-કરોડ નબળાં મ્યુચ્યુઅલ ફંડોમાં ફસાયાં  

નવી દિલ્હીઃ શેરબજાર દિન-પ્રતિદિન નવી ઊંચાઈ સર કરી રહ્યાં છે. શેર અને ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્માંથી રોકાણકારોને આટલું પ્રોત્સાહક વળતર ક્યારેય નથી મળ્યું. ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ શાનદાર પ્રદર્શન કરી રહ્યાં છે. વળી, ગયા વર્ષે જે મ્યુચ્યુઅલ ફંડોમાં નબળાઈ જોવા મળી હતી, પણ એ મ્યુ. ફંડ પણ નોંધપાત્ર વળતર આપી રહ્યાં છે. જોકે બધા રોકાણકારોને ખુશ થવાની તક નથી. સક્રિય રીતે મેનેજ કરવામાં આવતાં કેટલાંય ફંડો ઇન્ડેક્સ અને કેટેગરીની તુલનાએ નબળું પ્રદર્શન કરી રહ્યાં છે. આ મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ કરનારા રોકાણકારોને નુકસાન ભોગવવું પડ્યું છે.

શેરબજારના પ્રોત્સાહક દેખાવના દોરમાં 12 મ્યુચ્યુઅલ ફંડ એવાં છે, જેમણે રોકાણકારોના રૂ. 2,08,753 કરોડને અન્ડરપર્ફોર્મન્સ કેટેગરીમાં ધકેલી દીધાં છે. દેશમાં ઓગસ્ટ, 2021 સુધી બધાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડની એસેટ અન્ડર મેનેજમેન્ટ 12 લાખ કરોડની આસપાસ હતી, જેમાં આ 12 ફંડોનો હિસ્સો 17.5 ટકા છે.

રોકાણકારો પોતાના ફંડના પ્રદર્શન વિશે નથી જાણતા. તેઓ અન્ય ફંડમાં સ્વિચ નથી કરી શકતા. ઇક્વિટી લિન્ક્ડ સેવિંગ સ્કીમ (ELSS) પ્રતિકૂળ પ્રદર્શન કરવાવાળાં ઇક્વિટી ફંડોમાં ટોચ પર છે, કેમ કે એમાં ત્રણ વર્ષનો લોક ઇન-પિરિયડ હોય છે, જેમાંથી રોકાણકારો એમાંથી બહાર નથી નીકળી શકતા. જો તમે મૂડીરોકાણ પર સારું વળતર ઇચ્છતા હો તો તમારે ફંડના પ્રદર્શન પર નિયમિત રૂપે નજર રાખવી જોઈએ.

કેટલા ફંડોનું પ્રદર્શન યોગ્ય નથી

 1 Aditya Birla SL Frontline Equity
કુલ સંપત્તિઃ Rs 22,467 cr
2.  HDFC Top 100
કુલ સંપત્તિઃ Rs 20,998 cr
3. ICICI Prudential Bluechip
કુલ સંપત્તિઃ Rs 30,308 cr
4. Nippon India Large-Cap
કુલ સંપત્તિઃ Rs 11,115 cr
5. HDFC Flexicap
કુલ સંપત્તિઃ Rs 25,804 cr
6. Motilal Oswal Flexicap
કુલ સંપત્તિઃ Rs 12,35 ..
7. HDFC Midcap Opportunities

કુલ સંપત્તિઃ Rs 31,378 cr
Sundaram Midcap
કુલ સંપત્તિઃ Rs 6,926 cr
9. Aditya Birla SL Tax Relief ’96
કુલ સંપત્તિઃ Rs 14,734 cr
10. HDFC Taxsaver
કુલ સંપત્તિઃ Rs 9,321 cr
11. Nippon India Taxsaver
કુલ સંપત્તિઃ Rs 12,511 cr
12. SBI Long-Term Equity
કુલ સંપત્તિઃ Rs 10,835 cr