રાજ્યના વડોદરા શહેરના હરણી તળાવમાં મોટી દુર્ઘટના સર્જાઇ છે. જેમાં વિદ્યાર્થીઓથી ભરેલ એક બોટ પલટી જતાં હાહાકાર મચી જવા પામ્યો છે. બોટમાં 10 વિદ્યાર્થી સવાર હતા. 5 વિદ્યાર્થીનું અત્યાર સુધીમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ઘટનાની જાણ થતાં ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. કેટલાક વિદ્યાર્થીઓ ડૂબી ગયા હોવાની આશંકા સેવાઇ રહી છે. વિદ્યાર્થીઓની શોધ ચાલું છે.
Breaking News: વડોદરાના હરણી તળાવમાં વિદ્યાર્થીથી ભરેલી બોટ પલટી#BreakingNews #boat #students #capsized #Vadodara #HaraniLake pic.twitter.com/8vDMtNjdu8
— joshi paras prem (news updated) (@joshiparasprem) January 18, 2024
જાણકારી મુજબ હરણી લેક ઝોનમાં બોટ પલટી જતા બોટમાં સવાર વિદ્યાર્થીઓ ડુબ્યા છે જેમાંથી એકનું મોત થયું છે અન્ય વિદ્યાર્થીઓની શોધખોળ શરુ કરવામા આવી છે. આ બેટમાં આશરે 15થી 30 વિદ્યાર્થીઓ સવાર હોવાની શક્યતા વ્યક્ત કરવામા આવી છે.