અમદાવાદ: વિજ્ઞાન ભવન ખાતે બ્રહ્માકુમારી મહાદેવનગર સબઝોન દ્વારા આયોજિત “વિશ્વ એકતા અને વિશ્વાસ માટે ધ્યાન સેવાયોજના” કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના આરંભમાં બ્રહ્માકુમારીઝના અતિરિક્ત મુખ્ય પ્રશાસિકા બ્રહ્માકુમારી જયંતી દીદી ખાસ હાજર રહ્યા હતા.
તેમણે જણાવ્યું કે વિશ્વની પરિસ્થિતિ ગંભીર છે, પરિવારો વિખરાઈ અને તૂટી રહ્યા છે. કારણ કે આધ્યાત્મિકતા અને પરસ્પર વિશ્વાસનો અભાવ છે. ધ્યાન આપણને પોતાની જાત, પરિવાર અને પરમાત્મા સાથે સંબંધ જોડવામાં મદદ કરે છે. વૈશ્વિક એકતા માટે આપણે પોતાનામાં વિશ્વાસ રાખવો જોઈએ.”
કાર્યક્રમમાં બ્રહ્માકુમારી ચંદ્રિકાદીદીએ ધ્યાન દ્વારા સ્મૃતિ શક્તિ વિકસાવવા પ્રેરણા આપી. પૂર્વ મુખ્ય સચિવ પી. કે. લહરીએ કહ્યું કે, “માનસિક સ્વાસ્થ્ય વિના શાંતિ અને સુખ શક્ય નથી, અને ધ્યાન એકમાત્ર ઉપાય છે.” ઉદ્યોગપતિ રુચિર પારેખ અને ટેક્સ એક્સપર્ટ મુકેશ પટેલે ધ્યાનની ઉપયોગીતા અને સંસ્થાના કાર્યોની પ્રશંસા કરી. કાર્યક્રમના અંતે પ્રસિદ્ધ ગાયક હરીશ મોયલ દ્વારા સુંદર સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું.
