અમદાવાદ: બાળકોમાં વાંચનની આદત વિકસિત કરવા અને વાર્તા કહેવાના પ્રેમને પ્રોત્સાહન આપવા માટેની એક પહેલના ભાગરૂપે, બુકવાલાએ વિસામો કિડ્સ ફાઉન્ડેશનના બાળકો માટે એક નવી ‘એન્ચેન્ટેડ ફોરેસ્ટ લાઇબ્રેરી’ લોંચ કરી છે. આ જગ્યા આકર્ષક જાદુઈ પોર્ટલ જેવી છે, જે બાળકોમાં કલ્પના અને જિજ્ઞાસાને જગાડવા માટે રચવામાં આવી છે. આ નવીન લાઇબ્રેરી વાસ્તવમાં એક મનોરમ, ફોરેસ્ટ-થીમ આધારિત વાતાવરણના માધ્યમથી પુસ્તકોના જાદુને જીવંત બનાવે છે.
એન્ચેન્ટેડ ફોરેસ્ટ લાઇબ્રેરી, વિવિધ શૈલીઓમાં પસંદ કરાયેલી મનગમતી વાર્તાના પુસ્તકોના સમૃદ્ધ સંગ્રહથી ભરપૂર છે. જે બાળકોને નવી દુનિયા શોધવા, વાંચનની ટેવ વિકસાવવા અને સર્જનાત્મક વાર્તા કહેવા માટે એક શાંત અને પ્રેરણાદાયક સ્થળ પ્રદાન કરે છે. કાલાતીત ક્લાસિકથી લઈને સમકાલીન વાર્તાઓ સુધી, આ લાઇબ્રેરી અલગ-અલગ વય જૂથોના લોકો અને વાંચન સ્તરો માટે વિવિધ પ્રકારના સાહિત્યની વિશાળ શ્રેણી પ્રદાન કરે છે.
આ લાઇબ્રેરી શરૂ થવાથી બાળકોમાં જોરદાર આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો છે. તેમને આ લાઇબ્રેરીના માધ્યમથી જીવંત શિક્ષણ વાતાવરણની સુવિધા મળી છે, જે ફક્ત શિક્ષણને જ નહીં, પરંતુ ભાવનાત્મક અને બૌદ્ધિક વિકાસને પણ પ્રોત્સાહન આપે છે.આ પ્રસંગે, એ બુકવાલાએ જણાવ્યું હતું કે, “અમારું માનવું છે કે, દરેક બાળકને તેની કલ્પનાશક્તિને વેગ આપતા પુસ્તકો અને વાર્તાઓ વાંચવાની તક મળવી જોઈએ. એન્ચેન્ટેડ ફોરેસ્ટ લાઇબ્રેરી, એ હકીકતમાં વાંચન કૌશલ્યને, દરેક બાળકના જીવનનો આનંદદાયક અને નિયમિત ભાગ બનાવવાનો અમારો એક વિનમ્ર પ્રયાસ છે.”
બુકવાલા અને વિસામો કિડ્સ ફાઉન્ડેશન વચ્ચેનો આ સહયોગ, એ ખરેખર વંચિત સમુદાયોના બાળકોમાં વાંચન સંસ્કૃતિના નિર્માણ તરફ એક પગલું છે. સંસ્થાને વિશ્વાસ છે કે, આ લાઇબ્રેરી બાળકોને જ્ઞાન, સહાનુભૂતિ અને સર્જનાત્મકતાથી સશક્ત બનાવવામાં મદદરૂપ નીવડશે.
