‘દાઉદ ઈબ્રાહિમ પણ મારાથી ડરે છે’, બિગ બોસ 18ના સ્પર્ધકની દાદાગીરી

મુંબઈ: ‘બિગ બોસ 18’ની શરૂઆત સાથે જ ઘરમાં હંગામો શરૂ થઈ ગયો છે. ઘણા સ્પર્ધકો શોનો હિસ્સો બની ગયા છે અને આ સિઝનમાં દરેક જણ ઘણું મનોરંજન આપી રહ્યા છે. આ શોમાં વિવાદોનો દોર પણ શરૂ થઈ ગયો છે. મારામારી વચ્ચે બીબી હાઉસનું સૌથી ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે.’બિગ બોસ 18’ના પહેલા અઠવાડિયામાં સ્પર્ધકો કંઈપણ કહેવાનું ચૂકી રહ્યા નથી. આ સીઝનમાં મહારાષ્ટ્રના પ્રખ્યાત વકીલ ગુણરત્ન સદાવર્તે પણ આ શોનો ભાગ બન્યા છે. તેણે આ શોમાં ઘણા એવા દાવા કર્યા છે જે જોઈને લોકો ચોંકી જશે.છેલ્લા એપિસોડમાં તે ગુસ્સે થતો જોવા મળ્યા હતા. તેણે ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ અને ભારત સરકારને પણ પોતાની વાતમાં વચ્ચે લાવ્યા હતાં. હવે એવું લાગે છે કે આનું પરિણામ તેમને ભોગવવું પડી શકે છે.

ગુણરત્ને ગુસ્સામાં શું કહ્યું?

ગુરુવાર 10 ઓક્ટોબરના એપિસોડમાં, બિગ બોસે ઘરના સભ્યોને તાજિન્દર અને હેમાને જેલમાંથી બહાર કાઢવાનો વિકલ્પ આપ્યો. આ માટે તેણે કહ્યું કે અન્ય સ્પર્ધક અને ચાહતને હવે જેલમાં રહેવું પડશે.ચાહતના સાથીને પસંદ કરવાનો નિર્ણય ટીવી કલાકારો કરણવીર મહેરા, એશા સિંહ અને અવિનાશ મહેરાને આપવામાં આવ્યો હતો. ત્રણેય સર્વસંમતિથી ગુણરત્ન સદાવર્તેની પસંદગી કરી. આ સાંભળીને વકીલ ગુસ્સે થઈ ગયો, તેણે જેલમાં જવાની ના પાડી અને બિગ બોસને પોતાનો નિર્ણય આપી દીધો. તેણે ધમકી આપી કે તે કોઈપણ કિંમતે જેલમાં જશે નહીં અને બિગ બોસને પોતાનો નિર્ણય બદલવા માટે કહ્યું. પોતાની અસંમતિ વ્યક્ત કરતાં ગુણરત્ને બૂમો પાડવાનું શરૂ કર્યું અને કહ્યું,’જુઓ, હું નહીં જઈશ, હું છોડી દઈશ, નોમિનેટ થઈશ પણ હું નહીં જઈશ. જવાની ઈચ્છા નથી, બસ ખતમ. પ્રશ્ન ત્રાસનો નથી, ભૂમિકાનો છે, અમે કોર્ટમાં પણ આવી જ ભૂમિકા ભજવીએ છીએ. સરકાર મારાથી ડરે છે. દાઉદ ઈબ્રાહીમ મારાથી ડરે છે. હું જેલમાં નહીં જાઉં. હટો..હટો.. હટો!

આ સ્પર્ધકો છે બિગ બોસના ઘરમાં

‘બિગ બોસ 18’ના ઘરની અંદર વિવિયન દસેના, શહેઝાદા ધામી, મુસ્કાન બામને, રજત દલાલ, શિલ્પા શિરોડકર, શ્રુતિકા અર્જુન, એલિસ કૌશિક, ચૂમ દરંગ, નાયરા બેનર્જી, અરફીન ખાન અને તેની પત્ની સારા અરફીન ખાન છે. ફરી એકવાર સલમાન ખાન આ શોને હોસ્ટ કરી રહ્યા છે