બાળક હાથીને ‘Z કેટેગરીની સુરક્ષા’?

ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (આઈએએસ) ઓફિસર સુપ્રિયા સાહુ જે રોચક વાઈલ્ડલાઈફ વીડિયો શેર કરવા માટે જાણીતા છે. આ વખતે તેમણે હાથી પરિવારનો એક બહુ જ પ્યારો વિડિયો શેર કર્યો છે. તેમણે તમિલનાડુના અનામલાઈ ટાઈગર રિઝર્વના ગાઢ જંગલમાંથી બહુ જ હૃદયસ્પર્શી વિડિયો ક્લિપ રજૂ કરી છે. આ ક્લિપ વાઇલ્ડલાઈફ ફોટોગ્રાફર ધનુ પરાણે તેમના કેમેરાથી કેપ્ચર કરી છે. જેમાં એક સુંદર હાથી પરિવાર આરામની નિંદ્રા લઈ રહેલો તાદ્રશ્ય થાય છે!

આ વિડિયોમાં હાથી પરિવાર ગાઢ જંગલમાં એક જગ્યાએ બહુ જ શાંતિપૂર્વક આનંદની  નિંદ્રા લઈ રહેલો જોવા મળે છે. જેમાં એક બાળક હાથી તેના પરિવારના સભ્યોથી સુરક્ષિત રીતે ઘેરાયેલું જોવા મળે છે. સમગ્ર હાથી પરિવારના સભ્યોએ હાથીના વાછરડાને ફરતે લેટીને તેના માટે ઝેડ કેટેગરીની સુરક્ષા ઉભી કરી હતી અને પરિવારનો એક હાથી જાગીને આખા પરિવાર તેમજ બાળક હાથીની સુરક્ષા કરી રહેલો દેખાઈ રહ્યો છે.

ઓફિસર સુપ્રિયા સાહુ પોસ્ટમાં લખે છે, ‘તમિલનાડુમાં ટાઈગર રિઝર્વના ઊંડા જંગલોમાં એક સુંદર હાથી પરિવાર આનંદથી સૂઈ રહ્યો છે અને જુઓ કઈ રીતે બાળક હાથીને તેના પરિવાર દ્વારા Z વર્ગની સુરક્ષા આપવામાં આવી રહી છે. ઉપરાંત એક યુવાન હાથી જાગીને તેના અન્ય સભ્યોની હાજરીની ખાતરી કરી રહ્યો છે. આવું જ બધું આપણા માનવપરિવારોમાં પણ થતું હોય છે, ખરું ને?’

અધિકારીએ સોશિયલ મિડિયા પર વિડિયો શેર કરતાંની સાથે જ કૌટુંબિક જવાબદારીને લઈને લોકોના પ્રતિભાવો આવવા માંડ્યા!

એક યુઝરે લખ્યું, ‘આની જાળવણી યોગ્ય જ છે અને તે માટે લડવું પણ યોગ્ય જ છે.’

અન્ય એક યુઝરે ટિપ્પણી કરી, ‘આવું સુંદર અને દુર્લભ દૃશ્ય જોવા મળ્યું તે ખરેખર અદ્ભુત છે. અને તે અમને દેખાડવા બદલ આભાર!’

ત્રીજી વ્યક્તિએ લખ્યું, ‘આજનો મારો દિવસ સુધરી ગયો.’

ચોથી વ્યક્તિએ X પર લખ્યું, ‘અદ્ભુત દ્રશ્ય તમે ઝડપ્યુ છે મેમ, ફોરેસ્ટ ટીમને અભિનંદન. આવી અદ્ભુત નવીન ઘટનાઓના અમે પણ સાક્ષી બની રહ્યાં છીએ!’

પાંચમી વ્યક્તિએ લખ્યું, ‘અહો, કેટલું અદ્ભુત અને હૃદયને સ્પર્શી જતું આ દ્રશ્ય છે. આને તો  ડેસ્કટોપ વોલપેપર તરીકે વાપરી શકાય અને તેનો ઉપયોગ નવી પેઢીમાં વન્યજીવન જાગૃતિ લાવવા માટે થઈ શકે છે!’

આ હૃદયસ્પર્શી વિડિયો ક્લિપ નીચે આપેલી લિન્ક દ્વારા જોઈ શકો છો.

https://x.com/supriyasahuias/status/1790981126208831498