અમદાવાદ: ડોક્ટરની દવાનો પાવર દુર થઈ જશે ઝામર, જીવનનું અમુલ્ય વરદાન નેત્રહીનને નેત્રદાન, આંખો: અમુલ્ય ભેટ, જેવા અનેક પ્લે કાર્ડ સાથે વસ્ત્રાપુર અંધજન મંડળના પરિસરમાંથી એક વિશાળ રેલી નીકળી.12 જુલાઈને શનિવારની બપોરે યોજાયેલી દ્રષ્ટિ બચાવો રેલીમાં દ્રષ્ટિથી દિવ્યાંગ સહિત, નેત્ર ચિકિત્સકો, નેત્ર ટેક્નિશિયન, રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સંગઠનો જોડાયા.
આંખના સ્વાસ્થ્ય અને આંખને લગતી કોઈ પણ બિમારીમાં સમયસર જાગૃતિ માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે વિવિધ સરકારી અને સામાજિક સંસ્થાઓ સંચાલિત આંખની હોસ્પિટલોમાં મોતિયાની મફત શસ્ત્ર ક્રિયા ઉપલબ્ધ કરાવવા અંગે રેલી બાદના કાર્યક્રમોમાં માહિતગાર કરાશે.
કેન્દ્ર અને રાજ્ય સરકારોએ શરૂ કરેલા અંધત્વ નિયંત્રણ પરના રાષ્ટ્રીય કાર્યક્રમ દ્વારા જાગૃતિ લવાશે. દેશમાં ઘણાં સ્થળે શરૂ કરાયેલા દ્રષ્ટિ બચાવ ઝુંબેશ અને મોતિયા મુક્ત ઝુંબેશ વિશે માહિતગાર કરવામાં આવશે.
(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)
