10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં એશિયન રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ

જાપાન : એશિયન ગેમ્સ 2026માં ભારતીય શૂટર્સે દેશનું નામ ફરી એકવાર રોશન કર્યું છે. શૂટિંગ સ્પર્ધામાં કમલજીત અને સુરુચિ સિંહે અદ્ભુત પ્રદર્શન કરીને 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે.

જાપાનના આઇચી પ્રિફેક્ચરલ જનરલ શૂટિંગ રેન્જ ખાતે યોજાયેલી ફાઇનલમાં ભારતીય જોડીએ શાનદાર નિશાનેબાજી કરતા કુલ 484.6 પોઇન્ટ મેળવીને એશિયન રેકોર્ડ સાથે સુવર્ણ ચંદ્રક પોતાના નામે કર્યો હતો. આ સ્પર્ધામાં દક્ષિણ કોરિયાએ 478.0 પોઇન્ટ સાથે સિલ્વર મેડલ મેળવ્યો હતો, જ્યારે ઈરાને 415.8 પોઇન્ટ સાથે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો.

ક્વોલિફિકેશન રાઉન્ડમાં પણ કમલજીત અને સુરુચિની જોડીએ 587નો સ્કોર કરીને ટોચનું સ્થાન મેળવ્યું હતું. વ્યક્તિગત સ્પર્ધાઓમાં નિષ્ફળતા મળ્યા બાદ આ ભારતીય જોડીએ મિક્સ્ડ ટીમમાં જબરદસ્ત વાપસી કરીને ભારતને શૂટિંગ ક્ષેત્રે ગેમ્સનો પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. આ એશિયન ગેમ્સ 2026માં ભારતનો એકંદર બીજો ગોલ્ડ મેડલ છે.