બાંગ્લાદેશમાં સરકાર સામે વિરોધ પ્રદર્શન : ફરી ગુંજ્યા ભારત વિરોધી નારા

ઢાકા: બાંગ્લાદેશમાં આંતરિક કટોકટી, મોંઘવારી અને ગંભીર પાવર ક્રાઈસિસ વચ્ચે વડાપ્રધાન તારિક રહેમાનની સરકાર વિરુદ્ધ પ્રદર્શનો તેજ બન્યા છે. નેશનલ સિટિઝન પાર્ટી (NCP) દ્વારા આયોજિત એક વિશાળ વિરોધ રેલી દરમિયાન ફરી એકવાર ભારત વિરોધી સૂત્રોચ્ચાર જોવા મળ્યા હતા, જેમાં “દિલ્હી ના ઢાકા” જેવા નારા ગુંજ્યા હતા.દેશમાં વીજળીની ભારે અછત, ગેસ અને ઇંધણની તંગી તેમજ આકાશને આંબી રહેલી મોંઘવારી (ફુગાવા)ના કારણે સામાન્ય જનતામાં વડાપ્રધાન તારિક રહેમાનની સરકાર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રદર્શનકારીઓએ ગૃહ મંત્રી અને ઉર્જા મંત્રીના રાજીનામાની માંગણી કરી છે અને જો માંગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચેતવણી આપી છે. સ્થાનિક રાજકીય અસ્થિરતા વચ્ચે કેટલાક નેતાઓએ ભારત વિરોધી નિવેદનબાજી કરીને પરિસ્થિતિને વધુ જટિલ બનાવી છે.