ફિલ્મ ‘The Kerala Story ‘ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં વધુ એક અરજી દાખલ

જમિયત ઉલેમા-એ-હિંદે મંગળવારે ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જમીયત ઉલેમા-એ-હિંદે શુક્રવારે (5 મે)ના રોજ ફિલ્મની રિલીઝને રોકવાની માંગ કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે ફિલ્મમાંથી વિવાદાસ્પદ સીન હટાવ્યા બાદ અને ફિલ્મ એક કાલ્પનિક વાર્તા છે તેવું ડિસ્ક્લેમર મૂક્યા પછી જ તેને રિલીઝ કરવામાં આવે. જમીયત ઉલેમા-એ-હિંદે આરોપ લગાવ્યો છે કે ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ મુસ્લિમ સમુદાયને બદનામ કરવા જઈ રહી છે. આનાથી મુસ્લિમોના જીવન અને આજીવિકાને જોખમ થશે. સાથે જ દાવો કર્યો છે કે તે સન્માન સાથે જીવવાના અધિકારનું પણ ઉલ્લંઘન છે

War of words, 'cash rewards' over 'The Kerala Story' film. Top points | Latest News India - Hindustan Times

સુપ્રીમ કોર્ટમાં શું થયું?

તમને જણાવી દઈએ કે મંગળવારે (2 મે) સુપ્રીમ કોર્ટે ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ની રિલીઝ પર પ્રતિબંધ મૂકવાની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો. વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ અને એડવોકેટ નિઝામ પાશાએ જસ્ટિસ કેએમ જોસેફ અને જસ્ટિસ બીવી નાગરત્નની બેંચને જણાવ્યું કે ફિલ્મનું ટ્રેલર એક કરોડ 60 લાખ વખત જોવામાં આવ્યું છે. આ ફિલ્મ શુક્રવારે રિલીઝ થઈ રહી છે. વકીલ પાશાએ કહ્યું, “આ ફિલ્મ અપ્રિય ભાષણનું સૌથી ખરાબ ઉદાહરણ છે. આ કેવળ દ્રશ્ય-શ્રાવ્ય પ્રચાર છે.

A' certificate for 'The Kerala Story'; 10 scenes deleted, including former CM's interview

શું દલીલ કરવામાં આવી હતી?

બેન્ચે તેની ટિપ્પણીમાં કહ્યું, “ઘણા પ્રકારના નફરતભર્યા ભાષણો છે. આ ફિલ્મને સર્ટિફિકેટ મળ્યું છે અને બોર્ડે તેને મંજૂરી આપી છે. એવું નથી કે કોઈ મંચ પર આવીને બકવાસ બોલવા લાગ્યો. જો તમે ફિલ્મની રજૂઆતને પડકારવા માંગતા હોવ તો તમારે પ્રમાણપત્રને પડકારવું જોઈએ અને તે પણ યોગ્ય ફોરમ દ્વારા.

તેના પર એડવોકેટ સિબ્બલે કહ્યું કે તેઓ જે જરૂરી હશે તે કરશે. જસ્ટિસ નાગરત્ને કહ્યું કે અરજદારે પહેલા હાઈકોર્ટમાં જવું જોઈએ. તેના પર વકીલ પાશાએ કહ્યું કે ફિલ્મ શુક્રવારે રિલીઝ થવા જઈ રહી છે, તેથી સમય નથી. બેન્ચે કહ્યું, “આ કોઈ મેદાન નથી. આ રીતે દરેક વ્યક્તિ સુપ્રીમ કોર્ટમાં આવવા લાગશે.