દુનિયામાં અમૂલનો વાગ્યો ડંકો, વિશ્વની સૌથી મજબૂત ફૂડ બ્રાન્ડ બની

આણંદ: અમૂલબ્રાન્ડ ફાઈનાન્સના ગ્લોબલ ફૂડ એન્ડ ડ્રિંક્સ રિપોર્ટ 2024માં વિશ્વની સૌથી મજબૂત ફૂડ બ્રાન્ડ અને ડેરી બ્રાન્ડ બની છે. અમૂલ સાત દાયકાથી વધુનો ઈતિહાસ ધરાવતી અને ૩૬ લાખ ડેરી ખેડૂતોની માલિકીની બ્રાન્ડ છે. વિશ્વની સૌથી મોટી ડેરી પાસે સહકારી રિપોર્ટમાં અમૂલ બ્રાન્ડ સ્ટ્રેન્થ ઈન્ડેક્સ (BSI) 100 માંથી 91 સ્કોર અને AAA+ રેટિંગ  છે. આ વર્ષે બ્રાન્ડ વેલ્યુ 11% વધીને USD 3.3 બિલિયન થઈ છેઅને વિશ્વની સૌથી મજબૂત ફૂડ બ્રાન્ડ બની છે. તેમજઅમૂલે સતત ચોથા વર્ષે સૌથી મજબૂત ડેરી બ્રાન્ડ ઓફ વર્લ્ડ ટાઇટલ જાળવી રાખ્યું છે. અમૂલ ભારતના ડેરી માર્કેટમાં લગભગ 75 ટકા દૂધ માર્કેટ, 85 ટકા બટર માર્કેટ અને 66 ટકા ચીઝ માર્કેટ સાથે પ્રભુત્વ ધરાવે છે.

અમૂલ તેનું AAA+ બ્રાન્ડ સ્ટ્રેન્થ રેટિંગ Hershey’s સાથે શેર કરે છેજોકે Hershey’s ની બ્રાન્ડ વેલ્યુમાં 0.5 ટકાનો ઘટાડો થયો હતો બ્રાન્ડ સ્ટ્રેન્થ ઈન્ડેક્સ (BSI) 100 માંથી 90 સ્કોર થયો હતો અને તે ગયા વર્ષે આ યાદીમાં આગળ રહ્યા પછી બીજા ક્રમે છે.

આ અંગે ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ જણાવ્યું કે, “અમૂલ પહેલેથી જ વિશ્વમાં નંબર વન ડેરી બ્રાન્ડ બની ચૂકી છે. જો કેનંબર વન સૌથી મજબૂત ફૂડ બ્રાન્ડ તરીકે સ્થાન મેળવવું એ એક મોટી સિદ્ધિ છે છે.  અમૂલની બ્રાન્ડિંગ વ્યૂહરચનાતેનુ સહકારી માળખું અને પ્રભાવશાળી માર્કેટિંગ ઝુંબેશને કારણે ઉપભોક્તાઓ સાથે જોડે છે અને ભારતના ઘર-ઘરમાં તેની સ્થિતિ મજબૂત કરી છે. મહત્વનું છે કે અમૂલ ભારતની સૌથી મોટી ફૂડ બ્રાન્ડ છેતેનું વાર્ષિક ટર્નઓવર 80,000 કરોડ છે. આ સૌથી મોટી સહકારી બ્રાન્ડ પણ છેતેની માલિકી ગુજરાતના 36 લાખ ડેરી ખેડૂતો પાસે છે અને તેમના રોજિંદા જીવનમાં લાખો ગ્રાહકોનો વિશ્વાસ પ્રાપ્ત કર્યો છે.